News of Friday, 11th July 2025
ચરાડવા મહાકાલી આશ્રમના પૂ.અમરગિરિ બાપુ ‘અકિલા'ના આંગણે

રાજકોટઃ ભકતોના આસ્થાના ધામ ચરાડવા મહાકાલી આશ્રમના મહંત પૂ. અમરગિરિબાપુ ‘અકિલા'ના આંગણે પધાર્યા હતા. ગુરૂ પૂ. દયાનંદગિરિ બાપુના મહાપ્રયાણ બાદ મહંતપદે બિરાજમાન પૂ. અમરગિરિબાપુ ગુરૂના સ્મરણો તાજા કરીને ભાવુક બન્યા હતા. ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાએ પૂ. બાપુનુ પરંપરાગત સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે ગણાત્રા પરિવારના મીનાબેન હરીશભાઇ ચગ, શ્રીમતી કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રી દીપકભાઇ નાગ્રેચા તથા શ્રીમતી ભાવનાબેન દીપકભાઇ નાગ્રેચાએ પૂ. અમરગિરિબાપુને ભાવપુર્વક વંદના કરી હતી. પૂ. અમરગિરિબાપુ બ્રહ્મલીન ગુરૂ પૂ. દયાનંદગિરિબાપુની તસ્વીર સાથે પધાર્યા હતા. આ પ્રસંગે અગ્રણી ભકતો રાજદીપસિંહ ઝાલા, ધવલભાઇ કાનાણી, વિજયભાઇ પઢીયાર વગેરે ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
