<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: FIR નોંધાઈ

ધમકી ટાઇગર મિરાજ ઇદરીસી નામના એકાઉન્ટ પરથી આપવામાં આવી

LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને દક્ષા પ્રિયા નામના પત્રકારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ટાઇગર મિરાજ ઇદરીસી નામના એકાઉન્ટ પરથી આપવામાં આવી છે. આ મામલે LJP રામ વિલાસના રાજ્ય મુખ્ય પ્રવક્તા રાજેશ ભટ્ટ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી છે. જેની તપાસ માટે હાલમાં પોલીસ દોડતી થઈ ગઈ છે.

બિહાર ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બધી બેઠકો પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન શુક્રવારે મળેલી ધમકીથી બિહારના રાજકારણમાં ગતિવિધિઓ વધી ગઈ છે. એક સોશિયલ મીડિયા યુઝરે બિહારમાં યુવા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને મારી નાખવાની ધમકી આપી છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉ. રાજેશ ભટ્ટે શુક્રવારે પટના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભટ્ટે કેસની ઝડપી તપાસ અને આરોપીઓની ઓળખ અને તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. ડૉ. ભટ્ટે તેને સુરક્ષામાં ગંભીર ભૂલ ગણાવી અને કહ્યું કે કેન્દ્રીય મંત્રીને આવી ધમકીઓ મળવી એ લોકશાહી માટે ખતરનાક સંકેત જ નથી પણ કાયદો અને વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉભા કરે છે. એસીપી નીતિશ ચંદ્રાએ જણાવ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(12:37 AM IST)