News of Saturday, 12th July 2025
ઘોર કળિયુગઃ સસરાથી રહેવાયું નહીં તો વહુના રુમમાં ઘૂસી ગયોઃ અડધી રાતે સુહાગરાત મનાવીઃ હવે નાની યાદ આવી જશે
અલવરમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો જે પારિવારિક સંબંધોની પવિત્રતા પર ગંભીર સવાલો ઉઠાવે છે. એક મહિલાએ પોતાના સસરા પર દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો : મહિલાનું કહેવું છે કે, તેણે પોતાની સાસુ અને દિયરને આ બાબતની ફરિયાદ કરી હતીઃ પણ તેમને ચૂપ રહેવા કહી દીધું અને મામલો દબાવી દીધો હતો

અલવર,તા.૧૨: રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જે પારિવારિક સંબંધોની પવિત્રતા પર ગંભીર સવાલો ઉઠાવે છે.
પીડિતા, જે અલવરના એક ગામની રહેવાસી છે. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી પોતાના સસરા, જે બીએસએફના રિટાયર્ડ છે. તેમણે કેટલાય મહિનાથી તેના પર ખોરી દાનત રાખી હતી. એક રાતે, જ્યારે ઘરમાં અન્ય લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે વહુના રૂમમાં ઘૂસી ગયા અને તેની સાથે દુષ્કર્મ કર્યું. આ ઘટનાના સમયે મહિલાનો પતિ બહાર હતો. પીડિતાએ જણાવ્યું કે, તેણે ડર અને શરમના કારણે તેની ફરિયાદ કરી નહીં, પણ જ્યારે તેણે સાસુ અને દિયરને આ વાત કહી તો સાસુએ કથિત રીતે આ વાત બહાર જશે તો પરિવારની બદનામી થશે તેવું કહીને ચૂપ કરાવી દીધી. આખરે પીડિતાએ હિંમત કરીને અલવર પોલીસમાં ફરિયાદ નોંધાવી.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, આ ઘટનાની રાતે તેનો પતિ ઘરે નહોતો. ત્યારે તેના સસરા બળજબરીથી રેપ કર્યો અને રૂમમાં જતા રહ્યા. મહિલા આ વાતને ભૂલી શકી નહીં. પોતાના રેપિસ્ટની આંખોની સામે જોઈને તેનો ગુસ્સો ભમી રહ્યો હતો. આ જ કારણે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
ફરિયાદ મળતા જ પોલીસે તરત કાર્યવાહી કરતા સસરા વિરુદ્ધ બીએનએસની કલમ ૩૭૬ અને અન્ય સંબંધિત ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધી લીધી. અલવર પોલીસે આ મામલાની ગંભીરતા જોતા તપાસ શરૂ કરી દીધી. પ્રાથમિક તપાસમાં પીડિતાના નિવેદનની પુષ્ટિ માટે મેડિકલ તપાસ અને ફોરેન્સિક પુરાવા એકઠા કરવામાં આવ્યા. પોલીસે સસરાની ધરપકડ કરી છે અને સાસુ તથા દિયરની પણ પૂછપરછ કરી રહી છે, જેથી એ જાણી શકાય છે કે, તેમણે આ મામલાને દબાવવામાં કેટલી હદ સુધી ભૂમિકા નિભાવી છે.(૪૦.૬)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
