હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 12th July 2025
‘એક્સ'એ ભારતમાં સબસ્ક્રિપ્શન ફી ૪૮% ટકા ઘટાડી

નવી દિલ્હી,તા.૧૨: બિલિયોનેર ઉદ્યોગપતિ એલન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે ભારતમાં એક્સ એકાઉન્ટની સબસ્ક્રિપ્શન ફીમાં ૪૮ ટકા સુધીનો જંગી ઘટાડો કર્યો છે. એક્સે કરેલી જાહેરાત અનુસાર સોશિયલ મીડિયા કંપનીએ મોબાઈલ એપ માટેના પ્રીમિયમ સબસ્ક્રિપ્શનની ફી માસિક ધોરણે વર્તમાન રૂ. ૯૦૦થી ૪૮ ટકા ઘટાડીને રૂ. ૪૭૦ કરી છે. પ્રીમિયમ અને પ્રીમિયમ પ્લસ સેવાઓનું લવાજમ લેનારા યુઝર્સના નામ અથવા આઈડીની આગળ ચેકમાર્કનું નિશાન લાગે છે.
મોબાઈલ એપ્સ પર પ્રીમિયમ સબસ્ક્રિપ્શનનો ચાર્જ વધુ હોવાનું કારણ એપ સ્ટોર્સ દ્વારા વધારાની ફી વસૂલવામાં આવતી હતી તેમ એક્સે જણાવ્યું છે. આ ઉપરાંત કંપનીએ એક્સ હેન્ડલ માટેના માસિક લવાજમની ફી અગાઉના રૂ.૨૪૩.૭૫થી ૩૦ ટકા ઘટાડી રૂ.૧૭૦ કરી છે.(૪૦.૨)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
