<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

શાળામાં હવે કોઈ વિદ્યાર્થી છેલ્લી બેન્‍ચે નહીં બેસે

કેરળની સ્‍કૂલોમાં શરુ થઈ બેસવાની નવી વ્‍યવસ્‍થા : આ વ્‍યવસ્‍થામાં કોઈ પણ વિદ્યાર્થીને અલગ અને ઉપેક્ષિત અનુભવ થશે નહીં અને શિક્ષક પણ દરેક વિદ્યાર્થી પ્રત્‍યે સરખું ધ્‍યાન રાખી શકશે. કારણ કે કોઈ પણ વિદ્યાર્થીઆમાં છુપાઈ શકશે નહીં

 

કાંચી તા.૧૨: કેરળની કેટલીય સ્‍કૂલોએ બાળકોને બેસવાની વ્‍યવસ્‍થા બદલી નાખી છે. આ નવી બેઠક વ્‍યવસ્‍થામાં સ્‍કૂલ એવી ખાતરી કરી રહી છે કે, શાળામાં કોઈ પણ ‘‘બેકબેન્‍ચર'' ન રહે. આ વ્‍યવસ્‍થા એટલી શાનદાર છે કે આરામથી દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકાય. તમામ વિદ્યાર્થીઓને આસાનીથી જોઈ શકાય છે અને વિદ્યાર્થીઓ પણ આસાનીથી પોતાના શિક્ષકોને જોઈ શકે.

વિદ્યાર્થીઓની સંખ્‍યા વધારે હોવાના કારણે તે દરેક જગ્‍યાએ લાગુ થતું નથી. અત્‍યાર સુધીમાં અમુક શાળાએ જ આ વ્‍યવસ્‍થા અપનાવી છે અને અમે સાંભળ્‍યું છે કે, કન્નૂરની સ્‍કૂલોમાં આ વ્‍યવસ્‍થા લાગુ કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવશે.

આ વ્‍યવસ્‍થામાં કોઈ પણ વિદ્યાર્થીને અલગ અને ઉપેક્ષિત અનુભવ થશે નહીં અને શિક્ષક પણ દરેક વિદ્યાર્થી પ્રત્‍યે સરખું ધ્‍યાન રાખી શકશે. કારણ કે કોઈ પણ વિદ્યાર્થી આમાં છુપાઈ શકશે નહીં.

કોલ્લમ જિલ્લાના વાલકોમમાં પરિવહન મંત્રી કેબી ગણેશ કુમાર દ્વારા સંચાલિત રામવિલાસોમ વોકેશનલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલે એક વર્ષ પહેલા ધોરણ ૧ થી ૪ના બાળકો માટે બેસવાની નવી વ્‍યવસ્‍થા અપનાવી હતી. સ્‍કૂલના આચાર્ય સુનીલ પી. શેખર કહે છે કે, આ ખૂબ જ ફાયદાકારક રહ્યું છે. હવે શિક્ષક ક્‍લાસની વચ્‍ચે ઊભા રહે છે અને દરેક બાળક પ્રત્‍યે પૂરતું ધ્‍યાન આપી શકે છે.

કોચ્‍ચિની એક હોસ્‍પિટલમાં મનોચિકિત્‍સક સલાહકાર ડો. યુ વિવેક જણાવે છે કે, આ વ્‍યવસ્‍થાથી શિક્ષકને દરેક વિદ્યાર્થી પર નજર નાખવાનો મોકો મળશે. સાથે જ શિક્ષક છાત્રની સમગ્ર શારીરિક ભાષા પણ જોઈ શકશે. છેલ્લે તો શિક્ષકની ભણાવવાની સ્‍ટાઈલ જ મહત્ત્વની રહેશે.(૩૮.૮)

(10:16 AM IST)