<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ડીજીટલ મિડીયા ઉપર ‘સપોર્ટ તો બસ...પાકિસ્‍તાન કા કરેંગે' પોસ્‍ટ કરનારને જામીન આપ્‍યા

પાક.ને સમર્થન માત્રથી દેશદ્રોહનો ગુનો બનતો નથીઃ અલ્‍હાબાદ હાઇકોર્ટ

 

નવી દિલ્‍હી તા.૧૨: અલ્‍હાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્‍યું હતું કે કોઈપણ ઘટનાનો ઉલ્લેખ કર્યા વગર અથવા ભારતનું નામ લીધા વગર ફક્‍ત પાકિસ્‍તાનને સમર્થન આપવાથી ભારતીય ન્‍યાય સંહિતા બીએનએસની કલમ ૧૫૨ હેઠળ પ્રથમ દૃષ્ટિએ કોઇ દંડનીય ગુનો બનતો નથી.

ન્‍યાયાધીશ અરુણ કુમાર સિંહ દેશવાલની ખંડપીઠે ૧૮ વર્ષના રિયાઝે દાખલ કરેલી જામીન અરજી પર સુનાવણી કરી હતી. રિયાઝે ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરી પોસ્‍ટમાં લખ્‍યું હતું કે ચાહે જો હો જાય સપોર્ટ તો બસ...પાકિસ્‍તાન કા કરેંગે. તેથી તેની સામે બીએનએસની કલમ ૧૫૨ (ભારતની સાર્વભૌમત્‍વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કળત્‍યો) હેઠળ કેસ દાખલ કરાયો હતો.

ઇન્‍સ્‍ટાગ્રામ પોસ્‍ટમાં ભારત પ્રત્‍યે અનાદર દર્શાવતી કોઈ પણ વાતનો ઉલ્લેખ ન હોવાનું નોંધતા ખંડપીઠે આ મુજબ પોતાના આદેશમાં જણાવ્‍યું હતું , સશષા બળવો, વિધ્‍વંસક પ્રવળત્તિઓને ઉશ્‍કેરણી અથવા અલગતાવાદી પ્રવળત્તિઓની લાગણીની ઉશ્‍કેરણી અથવા ભારતના સાર્વભૌમત્‍વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાના ઇરાદા સાથેના બોલાયેલા અથવા લખાયેલા શબ્‍દો, સંકેતો, ઇલેક્‍ટ્રોનિક સંદેશાવ્‍યવહાર જેવા કળત્‍યો હોય તો જ કલમ ૧૫૨ હેઠળ ગુનો દાખલ કરી શકાય છે.

કોર્ટે જણાવ્‍યું હતું કે કોઈપણ દેશને ટેકો આપતી સોશિયલ મીડિયા પોસ્‍ટ કરવાથી ભારતના નાગરિકોમાં ગુસ્‍સો અથવા અસંમતિ પેદા થઈ શકે છે અને બીએનએસની કલમ ૧૯૬ હેઠળ પણ સજા થઈ શકે છે, જેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, પરંતુ ચોક્કસપણે બીએનએસની કલમ ૧૫૨ હેઠળ ગુનો બનતો નથી. અરજદારની નાની ઉંમર અને ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાની હકીકતને ધ્‍યાનમાં લઇને કોર્ટે જામીન પર મુક્‍ત કરવાનો આદેશ આપ્‍યો હતો.(૩૮.૩)

(10:16 AM IST)