હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તમે એન્જિનનું ઇંધણ કેમ બંધ કર્યુ? આના જવાબમાં કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કહ્યું, ‘મેં કંઈ કર્યુ નથી'
કોકપીટ વોઇસ રેકોર્ડરમાં એન્જિન બંધ થવા અંગે પાઇલટ અને કો-પાઇલટ વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતીઃ જે સામે આવી

નવી દિલ્હી, તા.૧૨: ઍર ઇન્ડિયા અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયાના ૧૫ પાનાના અહેવાલ મુજબ,.કોકપીટ વોઇસ રેકોર્ડરમાં એન્જિન બંધ થવા અંગે પાઇલટ અને કો-પાઇલટ વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, પાઇલટ સુમિત સભરવાલે તેમના કો-પાઇલટ ક્લાઇવ કુંદરને પૂછયું, તમે એન્જિનનું ઇંધણ કેમ બંધ કર્યુ? આના જવાબમાં કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કહ્યું, મેં કંઈ કર્યું નથી. આ વાતચીત આ અકસ્માતના રહસ્યમય કારણને વધુ ગહન બનાવે છે, કારણ કે બંને પાઇલટે એન્જિન બંધ કરવાનો ઇનકાર કર્યો છે. આવી સ્થિતિમાં, આ સંભવિત તકનીકી ખામી હોઈ શકે છે. જો કે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી તપાસમાં એવું કંઈ મળ્યું નથી કે બોઇંગ ૭૮૭-૮ એરક્રાફ્ટ અથવા તેની એન્જિન ઉત્પાદક કંપની માટે કોઈ ચેતવણી જારી કરવી પડે.
રિપોર્ટ અનુસાર, બંને એન્જિનમાં રિલાઇટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. એન્જિન-૧ અમુક અંશે રિકવર થવા લાગ્યું, પરંતુ એન્જિન-૨ સંપૂર્ણપણે ગતિ પુનઃપ્રાપ્ત કરી શકયું નહીં. આ સમય દરમિયાન, ખ્ભ્શ્ (સહાયક પાવર યુનિટ) પણ ઓટોસ્ટાર્ટ મોડમાં સક્રિય થયું, પરંતુ તે પણ વિમાનને સ્થિર કરી શકયું નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
