News of Saturday, 12th July 2025
ધર્માંતરણ કરાવવા આ બાબાને વિદેશમાંથી મળ્યા હતા ૫૦૦ કરોડ
પાકિસ્તાન, સાઉદી અરેબિયા, દુબઈ અને ટર્કી જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાંથી નાણાં મોકલવામાં આવ્યાં: ૨૦૦ કરોડ અધિકળત માર્ગે અને ૩૦૦ કરોડ નેપાલ માર્ગે હવાલાથી મળ્યા

નવી દિલ્હી, તા.૧૨: ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણ કરવાના આરોપસર પકડવામાં આવેલા અને જાતે બની બેઠેલા ધર્મગુરુ જલાલુદ્દીન ઉર્ફે છાંગુરબાબાને આશરે ૫૦૦ કરોડ રૂપિયા પાકિસ્તાન, સાઉદી અરેબિયા, દુબઈ અને ટર્કી સહિતના મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાંથી મળ્યા હતા. આમાંથી ૨૦૦ કરોડ રૂપિયાને સત્તાવાર રીતે પુષ્ટિ મળી છે, જ્યારે ૩૦૦ કરોડ રૂપિયા ગેરકાયદે હવાલા-ચૅનલોનો ઉપયોગ કરીને નેપાલ માર્ગે ભારતમાં મોકલવામાં આવ્યા હતા. છાંગુરબાબા મૂળ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના માધાપુરનો રહેવાસી છે. ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ એ ગઈ કાલે માહિતી આપી હતી કે ભારતમાં ધર્મપરિવર્તન કરાવવા માટે નાણાં મોકલવા નેપાલના કાઠમાંડુ, નવલપરાસી, રૂપાંદેહી અને બાંકે જેવા સરહદી જિલ્લાઓમાં ૧૦૦થી વધુ બૅન્ક-અકાઉન્ટ ખોલવામાં આવ્યાં હતાં. નેપાલમાં એજન્ટોએ આશરે ચાર-પાંચ ટકા કમિશન લઈને આ નાણાં છાંગુરબાબાને ટ્રાન્સફર કરવામાં મદદ કરી હતી. ઘણા કેસમાં કૅશ ડિપોઝિટ મશીનનો ઉપયોગ કરીને પૈસા જમા કરાવવામાં આવ્યા હતા. આ ભંડોળ બલરામપુર, શ્રાવસ્તી, બહરાઇચ અને લખીમપુર જેવા ભારતીય જિલ્લાઓમાં લાવવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક મની એક્સચેન્જર્સ નેપાલી ચલણને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરતા હતા. બિહારના જિલ્લાઓ જેવા કે મધુબની, સીતામઢી, પૂર્ણિયા, કિશનગંજ, ચંપારણ અને સુપૌલના એજન્ટો પણ નેપાલમાંથી નાણાંની દાણચોરીમાં સામેલ હતા. અયોધ્યા જિલ્લામાં સૌથી વધુ ભંડોળ પ્રાપ્ત થયું હતું, જ્યાં હિન્દુ છોકરીઓને અન્ય ધર્મોમાં ધર્માંતરિત કરવાનો આરોપ છે. અધિકારીઓએ છાંગુરબાબા અને તેના સહાયકો સાથે જોડાયેલાં ૪૦ બૅન્ક-ખાતાંઓની તપાસ શરૂ કરી છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
