<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ઝોમાટોએ ઓનલાઇન ફુડ ઓર્ડર્સ પર રીવોર્ડ આપવા ટાટા ડિજિટલ સાથે ભાગીદારી કરી

રાજકોટ તા. ૩ : ફુડ ઓર્ડરીંગ અને ડિલિવરી પ્‍લેટફોર્મ ઝોમાટોએ ટાટા ડિજિટલ સાથે રસપ્રદ ભાગીદારીની જાહેરાત કરી છે.

આ ભાગીદારી હેઠળ ડિસ્‍કાઉન્‍ટ ઓફર પ્રોગ્રામ પ્રસ્‍તુત કરાયો છે. જે એવા યુઝર્સને બેજોડ મુલ્‍ય પ્રદાન કરવા ડીઝાઇન કરાયો છે જેઓ ટાટા ડિજિટલના કો-બ્રાન્‍ડેડ ક્રેડિટ કાર્ડ ન્‍યુ એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ (ન્‍યુ કાર્ડ)નો ઉપયોગ કરીને ઝોમાટો ઉપર ફુડ ઓર્ડરની ચુકવણી કરે છે. તેમાં ટાટા ડિજિટલ કો-બ્રાન્‍ડિંગ પાર્ટનર છે અને એચ.ડી.એફ.સી. બેંક કાર્ડ ઇશ્‍યુકર્તા છે.

જેમાં ઓફરની વિશેષતાઓમાં ફુડ ઓર્ડર્સ પર ઝોમાટો મની તરીકે ૧૦ ટકા સુધીનું કેશબેક, લઘુતમ રૂ.૯૯ના મૂલ્‍યના તમામ ઓર્ડર્સ ઉપર ઓફર લાગુ છે. (૧૬.૩)

 

(3:46 PM IST)