News of Sunday, 13th July 2025
ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલા ચાલુ, જમવાનું લેવા જઇ રહેલા લોકો પર કર્યો ગોળીબાર: ચાર બાળકો સહિત 28 લોકોના મોત
દેઇર અલ-બલાહ શહરેમાં ૧૩ લોકો માર્યા ગયા હતા, ગાઝામાં યુધ્ધવિરામ માટેના પ્રયાસો વચ્ચે ઇઝરાયલી સૈન્યના હુમલા ચાલુ

નવી દિલ્હીઃ ઇઝરાયલી સૈનિકોએ ગાઝામાં ખાવાનું લેવા જઈ રહેલા પેલેસ્ટિનિયનો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 28 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના રફાહ શહેરની છે અને ગોળીબારનો ભોગ બનેલા લોકો અમેરિકન સંગઠન GHFના કેન્દ્ર તરફ જઈ રહ્યા હતા, જે ખાદ્ય પદાર્થોનું વિતરણ કરે છે. ગાઝામાં યુદ્ધવિરામ માટેના પ્રયાસો વચ્ચે ઇઝરાયલી સૈન્યના હુમલા ચાલુ છે.
શુક્રવારે જ સંયુક્ત રાષ્ટ્રએ માહિતી આપી હતી કે, ગાઝામાં જમાવાનું લેવા આવેલા લોકો પર ગોળીબારની ઘટનાઓમાં 798 મહિલાઓ, પુરુષો અને બાળકો માર્યા ગયા છે. આ ઉપરાંત, શનિવારે ગાઝામાં ઇઝરાયલી સૈન્ય દ્વારા કરવામાં આવેલા અન્ય હુમલાઓમાં 28 લોકો માર્યા ગયા હતા.
ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસો વચ્ચે ઇઝરાયલી સૈન્યના હુમલા ચાલુ છે. શનિવારે થયેલા હવાઈ હુમલામાં ચાર બાળકો સહિત 28 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. દેઇર અલ-બલાહ શહેરમાં 13 લોકો માર્યા ગયા હતા જ્યારે ખાન યુનિસમાં 15 લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે તેણે બે દિવસમાં લગભગ 250 લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. હમાસે આ લક્ષ્યોનો ઉપયોગ ઇઝરાયલી સેના પર હુમલો કરવા માટે કર્યો હતો અને તેમાંના કેટલાકમાં લડવૈયાઓ છુપાયેલા હતા.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
