News of Sunday, 13th July 2025
દિલ્હીના વસંત વિહારમાં બેફામ બનેલી ઓડીકારે ફૂટપાથ પર સૂતેલા પ લોકોને કચડ્યા
ઘટના વસંત વિહારમાં શિવ કેમ્પની સામે, ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની હતીઃ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડાયા

નવી દિલ્હી : દિલ્હીના વસંત વિહારમાં એક ફુલ સ્પીડે આવી રહેલી ઓડી કારે ફૂટપાથ પર સૂતા 5 લોકોને કચડી નાખ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે.
ઘટના વસંત વિહારમાં શિવ કેમ્પની સામે, ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે બની હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા લોકો ફૂટપાથ પર સૂતા હતા.
ઇજાગ્રસ્તોમાં લાધી નિવાસી, અજમેર જિલ્લા, રાજસ્થાન, ઉંમર-૪૦ વર્ષ, બિમલા નિવાસી, ૮ વર્ષથી વધુ ઉંમર,સબમી ઉર્ફે ચિરમા નિવાસી, અજમેર જિલ્લા, રાજસ્થાન, ઉંમર-૪૫ વર્ષ, નારાયણી નિવાસી, ભીલવાડા જિલ્લા, રાજસ્થાન, ઉંમર-૩૫ વર્ષ,રામચંદ્ર નિવાસી, ભીલવાડા જિલ્લા, રાજસ્થાન, ઉંમર ૪૫ વર્ષો સમાવેશ થાય છે.
પ્રત્યક્ષદર્શીના નિવેદન મુજબ, એક સફેદ ઓડી કારે ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનાના આરોપી ડ્રાઇવર ઉત્સવ શેખરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
