News of Sunday, 13th July 2025
બિહારમાં નહીં મળે 100 યુનિટ વીજળી ફ્રી નીતિકકુમારની સરકારે કહ્યું કોઈ યોજના નથી'
બિહારના નાણા વિભાગે એક પ્રેસ રીલીઝ જારી કરી આ સમાચારને નકારી કાઢયા, ભ્રામક સમાચરનો પ્રચાર ન કરવાની કરી અપીલ

નવી દિલ્હીઃ બિહારમાં થોડા મહિનાઓ પછી વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ પહેલા પણ અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આવો જ એક દાવો સામે આવ્યો હતો કે નીતીશ સરકાર 100 યુનિટ સુધી મફત વીજળી આપવા જઈ રહી છે. જોકે, સરકારે થોડા કલાકોમાં જ આ દાવાને નકારી કાઢ્યો છે. શનિવારે, બિહારના નાણાં વિભાગે આ સંદર્ભમાં એક પ્રેસ રિલીઝ જારી કરીને આ સમાચારને નકારી કાઢ્યા છે. આ સાથે વિભાગે લોકોને ભ્રામક સમાચારનો પ્રચાર ન કરવાની અપીલ કરી છે. જોકે, આ દાવાને મજબૂતી મળી કારણ કે સરકાર ચૂંટણી પહેલા અનેક પ્રકારની જાહેરાતો કરી રહી છે.
નાણાં વિભાગે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે ચોક્કસ માધ્યમોમાં એવી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે નાણાં વિભાગ દર મહિને 100 યુનિટ મફત વીજળી આપવાના પ્રસ્તાવ પર સંમત થયો છે. આ સંદર્ભમાં જણાવવું જરૂરી છે કે નાણાં વિભાગ દ્વારા આવી કોઈ સંમતિ આપવામાં આવી નથી અને નાણાં વિભાગ દ્વારા આ સંદર્ભમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આમ, નાણા વિભાગ 100 યુનિટના પ્રસ્તાવ પર સંમત થયાના સમાચાર ભ્રામક અને તથ્યોથી પરે લાગે છે. કૃપા કરીને માત્ર તથ્યો પર આધારિત માહિતી જ શેર કરો.
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બિહારના લોકો માટે નવી જાહેરાતો કરવામાં આવી રહી છે. તાજેતરમાં સરકારે મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના લાગુ કરી છે. આ ઇન્ટર્નશિપ યોજના હેઠળ યુવાનોને 4 હજાર થી 6 હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે અને પ્રતિષ્ઠિત કંપનીઓમાં કામ શીખવાની તક પણ મળશે. આ સાથે, કલાકારોને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન આપવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ, સરકારે સુરક્ષા પેન્શન યોજનાના પૈસા પણ 400 રૂપિયાથી વધારીને 1100 રૂપિયા કર્યા છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
