News of Sunday, 13th July 2025
લવ જેહાદનો કોઈ પાસે પુરાવો નથી : રાધિકા હંમેશા તેના માતા પિતાના દબાણમાં રહેતી :બેસ્ટ ફ્રેન્ડે હત્યારા પિતાનો કર્યો પર્દાફાશ
તેના ઘરે ઘણા પ્રતિબંધો હતા. તે લાંબા સમયથી ઘરમાં સંઘર્ષ કરી રહી હતી. તેને ઘરે ગૂંગળામણ થતી હતી,

ટેનિસ ખેલાડી રાધિકા યાદવની ગુરુગ્રામમાં તેના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. ગોળીબાર કરનાર બીજું કોઈ નહીં પણ તેના પિતા દીપક યાદવ હતા. દીપક હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને તેણે પોલીસને આ ભયાનક પગલું ભરવા પાછળના અનેક કારણો જણાવ્યા છે. જોકે, હવે રાધિકા યાદવની બેસ્ટ ફ્રેન્ડ હિમાંશિકા સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દાવો કરી રહી છે કે તે રાધિકાની હત્યાનું સત્ય જાણે છે.
તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો રિલીઝ કરતા હિમાંશિકાએ કહ્યું, "હું તમને રાધિકા યાદવ વિશે સત્ય કહીશ. રાધિકા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. અમે છેલ્લા 8-10 વર્ષથી ખૂબ નજીક હતા અને આજે મેં તેને ગુમાવી દીધી. મેં વિચાર્યું ન હતું કે હું આટલી જલ્દી આ વાત વિશે વાત કરી શકીશ, પરંતુ હવે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી." હિમાંશિકાએ આગળ કહ્યું, "હું ગઈકાલે જ તેના બોડીને જોઈને પાછી આવી છું. આ વીડિયોનો હેતુ તમને બધાને જણાવવાનો છે કે રાધિકા કોણ હતી. રાધિકા યાદવ આંતરરાષ્ટ્રીય સ્તરની ટેનિસ ખેલાડી હતી. તે મારી ખૂબ જ સારી મિત્ર હતી. તે ખૂબ જ દયાળુ છોકરી હતી, ખૂબ જ માસૂમ અને સારી."
હિમાંશિકાનો દાવો છે કે, "રાધિકા છેલ્લા 18 વર્ષથી ટેનિસ રમી રહી હતી. તેને તેના ફોટા ક્લિક કરાવવા અને વીડિયો બનાવવાનું ખૂબ ગમતું હતું. રાધિકાનો એક કોમર્શિયલ વીડિયો જે હવે વાયરલ થઈ રહ્યો છે તે ફક્ત એક સામાન્ય વીડિયો હતો. આ વીડિયો તેણે દોઢ વર્ષ પહેલાં શૂટ કર્યો હતો.
તેણીએ આગળ કહ્યું, "તેના પિતા તેને શુટિંગ માટે મૂકવા આવ્યા હતા. આ વીડિયો સિવાય તેણે બીજા ઘણા શૂટિંગ કર્યા હતા. પરંતુ ધીમે ધીમે તે બધી વસ્તુઓ બંધ થઈ ગઈ કારણ કે તેના માતાપિતાને તે ગમતું ન હતું."
હિમાંશિકાનો દાવો છે કે રાધિકા યાદવના માતાપિતા હંમેશા સમાજના દબાણ હેઠળ રહેતા હતા. તે જૂના જમાનાના હતા અને હંમેશા રાધિકા પર પાબંદી મૂકતા હતા. તેણે કહ્યું, "રાધિકા અને મેં 2012-13 માં સાથે રમવાનું શરૂ કર્યું. અમે સાથે મુસાફરી કરતા હતા અને ઘણી મેચ રમી છે. મેં તેને ક્યારેય કોઈ સાથે વધુ વાત કરતા જોઈ નથી. મેં હંમેશા તેને તેના માતાપિતા સાથે રહેતી જોઈ છે."
લવ જેહાદનો ઉલ્લેખ કરતા હિમાંશિકાએ કહ્યું, "લવ જેહાદ વિશે વાત થઈ રહી છે, પરંતુ કોઈની પાસે તેનો કોઈ પુરાવો નથી. રાધિકા કોઈની સાથે વાત પણ કરતી નહોતી. તેના ઘરે ઘણા પ્રતિબંધો હતા. તે લાંબા સમયથી ઘરમાં સંઘર્ષ કરી રહી હતી. તેને ઘરે ગૂંગળામણ થતી હતી, કારણ કે કોણ આ રીતે જીવવા માંગશે? દરેક વાતે વિશે સમજાવતી, તમે કંઈક કેમ કરી રહ્યા છો, તમે શું કરી રહ્યા છો. તમે કોની સાથે વાત કરી રહ્યા છો."
હિમાંશિકાએ વીડિયોમાં કહ્યું, "વીડિયો કોલ પર પણ, તેને બતાવવું પડતું હતું કે તે હિમાંશિકા સાથે વાત કરી રહી છે. જ્યારે હું તેના ઘરે જતી હતી, ત્યારે મેં પણ એવું જ જોયું હતું. રાધિકાની એકેડેમી તેના ઘરથી 15 મિનિટ દૂર હતી, પરંતુ તેમ છતાં તેના પરિવારે એક સમય નક્કી કર્યો હતો કે રાધિકાએ ઘરે પહોંચવાનું હતું. તમે તેના ઘરેથી તેની એકેડેમી જોઈ શકતા હતા. તે કોચ તરીકે ખૂબ જ સારી હતી. તેના બધા વિદ્યાર્થીઓ તેને પસંદ કરતા હતા."
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
