News of Sunday, 13th July 2025
અવકાશમાંથી ભારત 'સારે જહાં સે અચ્છા' શુભાંશુ શુક્લાએ સ્પેસ ઓડિસીના રાકેશ શર્માના પ્રતિષ્ઠિત શબ્દોને દોહરાવ્યા
અવકાશમાંથી આજનો ભારત મહત્વાકાંક્ષી, નીડર, આત્મવિશ્વાસુ અને ગર્વથી ભરેલો દેખાય છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)ના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ કહ્યું કે, આ એક અદ્ભુત યાત્રા હતી. તે જાદુ જેવું લાગ્યું. અવકાશમાંથી આજનો ભારત મહત્વાકાંક્ષી, નીડર, આત્મવિશ્વાસુ અને ગર્વથી ભરેલો દેખાય છે. તેમણે 1984ના સ્પેસ ઓડિસીના રાકેશ શર્માના પ્રતિષ્ઠિત શબ્દોને પુનરાવર્તિત કર્યા અને કહ્યું કે અવકાશમાંથી ભારત આજે પણ 'સારે જહાં સે અચ્છા' દેખાય છે.
શુભંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક(ISS) પહોંચનાર પ્રથમ ભારતીય અને અવકાશમાં જનાર બીજા ભારતીય છે. શુભંશુ શુક્લાએ અત્યાર સુધીમાં 18 દિવસ અવકાશમાં વિતાવ્યા છે, જ્યાં તેઓ દિવસમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળતા હતા. ISS પૃથ્વીથી લગભગ 400 કિમી ઉપર 28,000 કિમી પ્રતિ કલાકની ઝડપે ફરે છે.
શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક(ISS) પર એક્સિઓમ-4 મિશનના અવકાશયાત્રીઓ માટે આયોજિત વિદાય સમારંભમાં બોલી રહ્યા હતા. અવકાશયાત્રીઓ સોમવારે પૃથ્વી પર પાછા ફરવાની યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. 26 જૂનથી શરૂ થયેલા ISS રોકાણ અંગે શુભાંશુએ કહ્યું કે તે મને જાદુ જેવું લાગે છે. તે મારા માટે એક અદ્ભુત યાત્રા રહી છે.
ભારતીય અવકાશયાત્રીએ જણાવ્યું હતું કે, તેઓ પોતાની સાથે ઘણી યાદો અને શીખ લઈને જઈ રહ્યા છે, જે તેઓ તેમના દેશવાસીઓ સાથે શેર કરશે. એક્સિઓમ-4 મિશન સોમવારે ISSથી અલગ થશે અને મંગળવારે કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરાણ કરવાની અપેક્ષા છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
