News of Sunday, 13th July 2025
નૂહ જિલ્લામાં 24 કલાક માટે ઇન્ટરનેટ અને બલ્ક SMS સેવાઓ બંધ:ગૃહ વિભાગનો આદેશ જારી
હરિયાણાના નૂહમાં આજે રાત્રે 9 વાગ્યાથી કાલે રાત્રે 9 વાગ્યા સુધી ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ સ્થગિત કરાઈ

હરિયાણાના નુહમાં આજે રાત્રે 9 વાગ્યાથી કાલે રાત્રે 9 વાગ્યા સુધી ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવા સ્થગિત કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશ મુજબ, 13 જુલાઈના રોજ રાત્રે 9 વાગ્યાથી 14 જુલાઈના રોજ રાત્રે 9 વાગ્યા સુધી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.
બેંકિંગ અને મોબાઇલ રિચાર્જ સંબંધિત SMS સુવિધા પહેલાની જેમ ચાલુ રહેશે. કાયદો અને વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા આ સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
