હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લોર્ડ્સમાં ભારતની કારમી હાર : રોમાંચક મુકાબલામાં ઇંગ્લેન્ડે ૨૨ રને હરાવી સિરીઝમાં ૨-૧ની સરસાઈ મેળવી!
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનો નિષ્ફળ : બેન સ્ટોક્સની કપ્તાની અને બોલિંગનો કમાલ : સિરાજ અણધારી રીતે આઉટ થતા ભારતની આશા ઠગારી નીવડી

લંડન : ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો ત્રીજો મુકાબલો લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયો, જેમાં યજમાન ઇંગ્લેન્ડે રોમાંચક રીતે બાજી મારી છે. ભારતીય ટીમને આ મેચમાં ૨૨ રનથી હારનો સામનો કરવો પડ્યો છે, જેના પગલે ઇંગ્લેન્ડની ટીમે શ્રેણીમાં ૨-૧ ની લીડ મેળવી લીધી છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનો આ ત્રીજો મેચ અંતિમ ક્ષણો સુધી ઉત્તેજનાપૂર્ણ રહ્યો, પરંતુ પાંચમા દિવસે ભારતીય બેટ્સમેનો ઇંગ્લેન્ડના ઝડપી બોલરોના આક્રમણ સામે ટકી શક્યા નહીં.
મેચ દરમિયાન એક-બે વખત એવું લાગ્યું કે ભારત મેચમાં પકડ જમાવી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ હતી કે ટીમ હારથી માત્ર એક કે બે વિકેટ જ દૂર હતી. ઇંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે (Ben Stokes) તેની કપ્તાની અને બોલિંગથી અદભુત પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને વિજય અપાવ્યો.
મેચનો ઘટનાક્રમ:
આ મેચમાં ઇંગ્લેન્ડ અને ભારતે પોતાની પ્રથમ-પ્રથમ ઇનિંગ્સમાં ૩૮૭-૩૮૭ રન બનાવ્યા હતા, જેથી મેચ શરૂઆતથી જ રોમાંચક બની હતી. ત્યાર બાદ, ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગ્સમાં ૧૯૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે ભારતને જીતવા માટે ૧૯૩ રનનો લક્ષ્ય મળ્યો હતો. જોકે, આ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ ૧૭૦ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને મેચ ગુમાવી બેઠી.
સિરાજનું કમનસીબ આઉટ થવું:
ભારતની બીજી ઇનિંગ્સમાં છેલ્લી વિકેટ મોહમ્મદ સિરાજની પડી, જે કમનસીબ રીતે આઉટ થયો. શોએબ બશીરે તેને બોલ્ડ કર્યો, પરંતુ સિરાજે બોલને ડિફેન્સ કર્યો હોવા છતાં બોલ સીધો સ્ટમ્પ્સના બેલ્સ ઉડાડીને લઈ ગયો. આ વિકેટ સાથે જ ભારતની બીજી ઇનિંગ્સ ૧૭૦ રનમાં સમેટાઈ ગઈ અને ઇંગ્લેન્ડે વિજય મેળવ્યો.
આ હાર સાથે ભારતીય ટીમને શ્રેણીમાં પાછળ ધકેલાઈ ગઈ છે, જ્યારે ઇંગ્લેન્ડ માટે આ વિજય મોટો મનોબળ વધારનાર સાબિત થયો છે. આગામી મેચોમાં ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
