News of Tuesday, 15th July 2025
SBIના ગ્રાહકો માટે ખાસ સૂચના:શુક્વારે ATM, UPI, IMPS, NEFT સર્વિસ બંધ રહેશે: જાણો સંપૂર્ણ વિગત
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ તેના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ માહિતી જારી કરી

નવી દિલ્હી :દેશના કરોડો સામાન્ય બેંક ગ્રાહકો માટે આ સમયે મોટા સમાચાર આવી રહ્યા છે. 16મી જુલાઈના રોજ તમે ATMમાંથી રોકડ ઉપાડી શકશો અને ન તો UPI દ્વારા કોઈ વ્યવહાર કરી શકશો.
આ ઉપરાંત 16મી જુલાઈના રોજ તમે IMPS, NEFT અને RTGS દ્વારા ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકશો નહીં. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ તેના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ માહિતી જારી કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવાર 14 જુલાઈના રોજ તેના સત્તાવાર X ખાતામાંથી આ બધી માહિતી શેર કરી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે બેંકની UPI, ATM, YONO, IMPS, RINB (રિટેલ ઈન્ટરનેટ બેંકિંગ), NEFT અને RTGS સેવાઓ બુધવાર, 16 જુલાઈના રોજ બપોરે 01.05 વાગ્યાથી 02.10 વાગ્યા સુધી એટલે કે કુલ 1 કલાક અને 5 મિનિટ માટે અસ્થાયી રૂપે બંધ રહેશે.
સ્ટેટ બેંકે જણાવ્યું હતું કે આ બધી સેવાઓ બપોરે 02.10 વાગ્યા પછી ફરી શરૂ થશે અને પહેલાની જેમ સામાન્ય રીતે કાર્ય કરશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે 16 જુલાઈના રોજ બપોરે 01.05 થી 02.10 વાગ્યા સુધી મેઈન્ટેનન્સનું કામ કરવાનું છે જેના કારણે આ તમામ સેવાઓ બંધ રહેશે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
