News of Tuesday, 15th July 2025
બિહાર મતદાર ચકાસણીમાં ૩૫ લાખ નામો કાઢી નખાશે
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીની ચકાસણી ચાલી રહી છે આ કવાયતમાં હજુ ૧૧ દિવસ બાકી છે : અત્યાર સુધીમાં ૮૮ ટકા મતદારોએ મતગણતરી પત્રો સબમિટ કર્યા છે

નવી દિલ્હી તા.૧૫: બિહારમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી મત યાદીના સઘન સુધારણા અને ચકાસણીની ઝુંબેશ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. ૨૪ જૂનથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં હવે ૧૧ દિવસ બાકી છે અને ૭ કરોડ ૯૦ લાખ મતદારોમાંથી ૬ કરોડ ૬૦ લાખ ૬૭ હજાર ૨૦૮ મતદારોએ પોતાના મતગણતરી ફોર્મ સબમિટ કર્યા છે. આ આંકડો કુલ મતદારોના લગભગ ૮૮ ટકા સુધી પહોંચે છે. અત્યાર સુધીની કવાયતમાં, એવું માનવામાં આવે છે કે ૩૫ લાખ ૬૯ હજારથી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે.
ચૂંટણી પંચની વેબસાઇટ પર અત્યાર સુધીમાં ૫ કરોડ ૭૪ લાખથી વધુ ફોર્મ અપલોડ કરવામાં આવ્યા છે. ઘરે-ઘરે જઈને બે રાઉન્ડના સર્વેક્ષણ પછી, અત્યાર સુધીમાં ૧.૫૯ ટકા મતદારો મળત મળી આવ્યા છે, ૨.૨%લોકોએ કાયમી ધોરણે તેમનું રહેઠાણ બદલ્યું છે અને ૦.૭૩% લોકો એક કરતાં વધુ સ્થળોએ નોંધાયેલા જોવા મળ્યા છે. આ આંકડો ૪.૫૨ ટકા સુધી પહોંચે છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, આવા મતદારોની સંખ્યા ૩૫ લાખ ૬૯ હજારથી વધુ સુધી પહોંચે છે.
ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી અનુસાર, હવે ફક્ત ૧૧.૮૨%મતદારો બાકી છે જેમણે હજુ સુધી ભરેલા મતગણતરી ફોર્મ સબમિટ કર્યા નથી. કમિશનનું કહેવું છે કે કોઈ પણ લાયક મતદાર વંચિત ન રહે તે માટે કોઈ કસર છોડવામાં આવી રહી નથી. ત્રીજા તબક્કામાં લગભગ એક લાખ બીએલઓ ટૂંક સમયમાં ઘરે-ઘરે જઈને સર્વેક્ષણનું કામ શરૂ કરશે. રાજકીય પક્ષોના ૧ લાખ ૫૦ હજાર BLA પણ આ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
બિહારના તમામ ૨૬૧ શહેરી સ્થાનિક સંસ્થાઓના ૫૬૮૩ વોર્ડમાં ખાસ કેમ્પ લગાવવામાં આવી રહ્યા છે. રાજ્યની બહાર કામચલાઉ ધોરણે ગયેલા મતદારો માટે જાગળતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેથી તેઓ પણ સમયસર મતગણતરી ફોર્મ સબમિટ કરી શકે. મતદાર યાદીનો મુસદ્દો ૧ ઓગસ્ટના રોજ પ્રકાશિત થવાનો છે.(૩૮.૫)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
