<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

હરિયાણવી બોલીવુડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ગોળીબાર

આબાદ બચાવ બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે

 

ગુરુગ્રામ,તા.૧૫: હરિયાણવી અને બોલીવુડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ગોળીબાર થયાની માહિતી પ્રકાશમાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગુરુગ્રામના એસપીઆર રોડ પર અજાણ્‍યા શખ્‍સોએ ગોળીબાર કર્યો હતો.જોકે, આ હુમલામાં રાહતની વાત એ છે કે રાહુલને ફાજિલપુરિયાને ગોળી નથી વાગી અને તેમનો આબાદ બચાવ થયો છે. આ ઘટના બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે.

બિઝનેશ ફેમીલી સાથે સંબંધ રાખતા રાહુલ ફાઝિલપુરિયા ગાયકની સાથે સાથે રેપર પણ છે. તેઓ હરિયાણવી ભાષામાં ગીતો ગાવા માટે જાણીતા છે. આ ઉપરાંત તેમણે હિન્‍દી ફિલ્‍મોમાં પણ ગીતો ગાયા છે. તેમને ફિલ્‍મ ‘કપૂર એન્‍ડ સન્‍સ'ના ‘લર્કી બ્‍યુટીફુલ' ગીતથી બોલિવૂડમાં ઘણી ઓળખ મળી. આ ઉપરાંત તેમણે ‘લાલા લોરી', ‘બિલી બિલી', '૩૨ બોર', ‘હરિયાણા રોડવેઝ' સહિત ઘણા પ્રખ્‍યાત ગીતો ગાયા છે. તેઓ ૩૨ બોર ગીતમાં એલ્‍વિશ યાદવ સાથે જોવા મળ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ગાયકનું સાચું નામ રાહુલ યાદવ છે. જે ગુરુગ્રામના એક નાના ગામ ફાજિલપુર ઝારસાનો રહેવાસી છે. ગાયકે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પણ લડી હતી. તેમણે દુષ્‍યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી) પાર્ટીની ટિકિટ પર ગુરુગ્રામથી ચૂંટણી લડી હતી. જોકે, તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. (૪૦.૯)

(10:15 AM IST)