હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસઃ ૬૪માં વર્ષમાં મંગલ પ્રવેશ
કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રી પદ સુધીની સફરઃ પ્રથમ વખત ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૧ અને બીજી વખત ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાઃવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત માટે જોયેલા સ્વપ્નને સાકર કરતા મુખ્યમંત્રીઃ દાદા ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવે છે ભૂપેન્દ્ર ભાઈ

(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપીઃ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે એટલે કે ૧૫ જુલાઈના રોજ જન્મ દિવસ છે તેમના આ જન્મ દિવસે પરિવારજનો, મિત્રવર્તુળ,પક્ષના અગ્રણી ઓ, મંત્રીમંડળ ના સભ્યો, હજજારો કાર્યકરો અને ગુજરાત ની લાખ્ખો જનતા તેમના ઉપર શુભેછા વર્ષા કરી રહી છે.
મળદુ પણ મક્કમ વ્યક્તિત્વ થી પ્રજાપ્રિય અને લોક લાડીલા બનેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ રજનીકાંત પટેલની કારકીર્દીની એક ઝલક જોઈએ તો....૧૫ મી જુલાઈ ૧૯૬૨ના રોજ અમદાવાદમાં કડવા પાટીદાર પરીવારમાં જન્મ થયો હતો, બાળપણ થી જ શાંત એવા ભૂપેન્દ્ર ભાઈ એ ૧૯૮૨માં અમદાવાદ ની સરકારી પોલીટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગ માં ડિપ્લોમાની પદવી મેળવી, બાંધકામ વ્યવસાય માં કારકીર્દી આગળ ધપાવી, નાનપણ થી જ ભૂપેન્દ્ર ભાઈ સંઘ સાથે જોડાયેલા હતા.
ભૂપેન્દ્રભાઈની રાજકીય કારકીર્દી જોઈએ તો તેવો વર્ષ ૧૯૯૫ં૯૬માં બીજેપી માંથી મેમનગર નગરપાલિકા ના સભ્ય બન્યા જે દરમ્યાન તેવો નાના નાના કામો માં દોડી જઈ મુશ્કેલી ઓ હલ કરતા જેને પગલે તેવો આ વિસ્તાર માં માનીતા બનવા લાગ્યા, પછી તો ભૂપેન્દ્રભાઈ એ વર્ષ ૧૯૯૯-૨૦૦૦, અને વર્ષ ૨૦૦૪-૦૬ માં મેમનગર નગરપાલિકા ના સભ્ય રહ્યા આ દરમ્યાન વર્ષ ૧૯૯૯-૨૦૦૦ માં તેવો મેમનગર નગરપાલિકા ના પ્રમુખ રહ્યા, ભૂપેન્દ્ર ભાઈની રાજકીય કારકીર્દી સતત આગળ ધપતી રહી, તેવો વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્કુલ બોર્ડ ના વાઇસ ચેરમેન પદ ઉપર રહ્યા, વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેવો થલતેજ વોર્ડ ના કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળી, વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી તેવો અમદાવાદ માં ૅઔડૉના ચેરમેન પદે રહ્યા.
ભૂપેન્દ્રભાઈની રાજકીય સફર સતત આગળ ધપતી રહી વર્ષ ૨૦૧૭ માં ભૂપેન્દ્ર ભાઈ પટેલે બીજેપી તરફ થી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને તેમણે કોંગ્રેસ ના ઉમેદવાર શશીકાંત ભાઈને આશરે ૧,૧૭,૦૦૦ જંગી મતો થી હરાવી ધારાસભ્ય બન્યા.
બસ પછી તો જોવુંજ શું રહ્યું, તેમના ભાગ્ય ના રાજયોગ ને પગલે તેમની કારકીર્દીમાં અચાનક ટર્ન આવ્યો.. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદે થી રાજીનામું આપ્યું અને ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ કેન્દ્રીય નિરીક્ષકોની અધ્યક્ષતા માં ભૂપેન્દ્ર ભાઈ પટેલને ભાજપના વિધાનસભા ના નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવા માં આવ્યા, ભૂપેન્દ્ર ભાઈ શરૂવાત થી જ દાદા ભગવાન માં અપાર શ્રદ્ધા ધરાવે છે અને મુખ્યમંત્રી બન્યા બાદ પણ પહેલા દાદા ભગવાન ના દર્શને ગયા હતા.
ગુજરાતના રાજકીય આલમમાં અણધાર્યો બદલાવ, અન્ય ને તો શું ખુદ ભૂપેન્દ્રભાઈને પણ ખબર ના હતી અને એમને મુખ્યમંત્રી પદ નો તાજ પહેરાવ્યો, શરૂઆત માં તો ઘણા ને એમ હતું કે કેમ થશે? અને કેમ કરશે? અને વાત પણ સાચી હતી કે સરળ તો ના જ હતું, મુખ્યમંત્રી તરીકે ની જવાબદારી અને એમાં પણ તે સમયે રાજકીય માહોલ થોડો અઘરો હતો પરંતુ ભુપેન્દ્ર ભાઈ એ બાજી સંભાળી, તેલ જોતા ગયા અને તેલ ની ધાર... ધીરે ધીરે પણ મક્કમતા થી આગળ વધવા લાગ્યા.
પ્રજાહિતના કાર્યો, અને ગુજરાત ની સમસ્યા ઓ પર ધ્યાન કેન્દ્રિત કરી કામે લાગ્યા ભૂપેન્દ્રભાઈ.... જોતજોતામાં ૨૦૨૨માં ફરી વિધાનસભા ની ચૂંટણી આવી કોંગ્રેસ અને આપ ના ભરપૂર પ્રયાસ વચ્ચે ભુપેન્દ્રભાઈ પક્ષ મોવડી મંડળનું માર્ગદર્શન,પક્ષ પ્રમુખ અને કાર્યકરો ની મદદ થી ભાજપ ને રેકર્ડબ્રેક ૧૮૨ બેઠક માંથી ૧૫૬ બેઠકો ઉપર જીતાડ્યું, ત્યારે પણ વિરોધી ઓ ને આશા હતી કે દાદા ને બદલાવશે પણ ગુજરાતમાં સતત સાતમી વખત સરકાર ની રચના કરી અને ૧૨ મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ગુજરાતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીની વિકાસ દિશા માં આગળ ધપાવ્યું. એટલુંજ નહીં વેગ પણ આપ્યો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ કાર્ય કાળ દરમિયાન ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે હરણફાળ પ્રગતિ જોવા મળી આ સમય દરમ્યાન રાજ્યમાં પોરબંદર, માણાવદર સહિત ૫ વિધાનસભા ચૂંટણી આવી અને તમામ બેઠકો પર કમળ ખીલ્યું, ગાંધીનગર ગિફ્ટ સીટી વિકસાવવામાં પણ અનેરૂ યોગદાન રહ્યું, ઉદ્યોગ કે ઈન્ડસ્ટ્રી ગુજરાત કયાંય પાછળ ના રહી જાય એમની સતત તકેદારી. ગુજરાત દેશ નું એવું પ્રથમ રાજ્ય બન્યું જેને સેમિકન્ડક્ટર ક્ષેત્રે પોલિસી બનાવી, એટલુ જ નહીં પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ ગુજરાતમાં બનાવવાનુ આયોજન હાથ ધર્યું,ધોલેરા સ્માર્ટ સિટી ને સેમિકોન સિટી તરીકે વિકસાવવા નું લક્ષ્ય સતત સામે રાખ્યું અને આગળ વધ્યા, આ ઉપરાંત રૂ.૯૧૦૦૦ કરોડ ના રોકાણ સાથે પ્રથમ સેમિકોન ફેબનું નિર્માણ થયું, આપણા ગુજરાતના લોથલને વૈશ્વિક ખ્યાતિ મળે એ માટે ભૂપેન્દ્ર ભાઈ સરકારે લોથલમાં કરોડોના ખર્ચે નેશનલ મેરી ટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રોજેક્ટને મંજૂરી આપી છે જેનાથી ૨૨૦૦૦ જેટલી નોકરીનુ પણ સર્જન થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત માટે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્નને સાકર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ સતત કાર્યરત્ છે, કહેવાય છે કે આજે ગુજરાત ભારતીય નિકાસ માં રાજ્યો માં પ્રથમ ક્રમે આવે છે, વીજ ઉત્પાદન ક્ષમતામાં બીજા ક્રમે આવે છે, માથાદીઠ આવક માં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે,ઞ્ઝભ્માં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે, વિદેશી મૂડી રોકાણ મેળવવામાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે, ઇન્કમટેક્સ કલેક્શન માં ગુજરાત દેશમાં ચોથ ક્રમે આવે છે આવી તો અનેક ઉપલબ્ધિ ઓ ગુજરાત ધરાવે છે, અને જેમાં ભૂપેન્દ્રભાઈની કાર્યશૈલી, નિર્ણય લેવાની આવડત અને મળદુ પણ મક્કમ સ્વભાવ નો સિંહફાળો છે.
ગયા વર્ષે એક ગ્રુપના મૂડ ઓફ ધ નેશન સરવેમાં દેશના બીજા સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી જાહેર થયા હતા આજ એમની ગુજરાતમાં લોકપ્રિયતા બતાવે છે.
આજે એટલે કે ૧૫ મી જુલાઈ ૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ યશસ્વી કારકીર્દી ના ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪ માં વર્ષ માં મંગળ પ્રવેશ કરી રહ્યા છે આ વેળા એ તેમને ‘‘અકિલા'' ખૂબ ખૂબ હાર્દિક શુભકામના ઓ... ઇશ્વર આપને રાષ્ટ્રસેવા અને જનસેવા કરવાની વધુ શક્તિ આપે અને નિરામય દીર્ઘાયુ આપે તેવી પ્રાથના.ફોન નં. ૦૭૯-ર૩ર૩ર૬૦૧ (મો.૯૭ર૭૮ ૮૮પ૧૦) ગાંધીનગર. (૪૦.૧૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
