News of Tuesday, 15th July 2025
ધર્મશાલામાં ખતરનાક સાઈટ પર પેરાગ્લાઈડર ક્રેશ થયું: ગુજરાતી યુવકનું મોત
ઈન્દ્રુ નાગ પેરાગ્લાઈડિંગ સાઈટથી સૂરજ નામના પેરાગ્લાઈડર પાયલટે ગુજરાતના રહેવાસી ૨૭ વર્ષના સતીશ રાજેશને લઈને ઉડાન ભરી અને થોડે જ દૂર જતાં તેમનું પેરાગ્લાઈડર ક્રેશ થઈ ગયું

ધર્મશાળા,તા.૧૫: ભલે પર્યટન વિભાગ અને જિલ્લા તંત્ર ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખતા ૧૫ જૂલાઈથી એડવેંચર એક્ટિવિટીઝ પર રોક લગાવવાનો નિર્ણય લીધો હોય તેમ છતાં ૧૫ જૂલાઈથી બે દિવસ પહેલા થયેલા પેરાગ્લાઈડિંગ દુર્ઘટનાએથી ફરીથી એડવેંચર એક્ટિવિટીઝ પર સવાલો ઊભા કર્યા છે. હકીકતમાં જોઈએ તો, કાલે ધર્મશાળાની ઈન્દ્રુ નાગ પેરાગ્લાઈડિંગ સાઈટથી સૂરજ નામના પેરાગ્લાઈડર પાયલટે ગુજરાતના રહેવાસી ૨૭ વર્ષના સતીશ રાજેશને લઈને ઉડાન ભરી અને થોડે જ દૂર જતાં તેમનું પેરાગ્લાઈડર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં સીતશ રાજેશને ગંભીર ઈજાઓ થઈ, જે બાદ તાત્કાલિક તેમને ઝોનલ હોસ્પિટલ ધર્મશાળામાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની હાલત ગંભીર બતાવી તેમને ટાંડા મેડિકલ કોલેજમાં રેફર કરી દેવામાં આવ્યા હતા, જ્યાં આજે તેનું મોત થઈ ગયું. આ બાબતની જાણકારી શેર કરતા એસીપી સીટી હિતેશ લખનપાલે જણાવ્યું કે, આ ઘટનાની જાણકારી મળતક પર્યટકના પરિવારને આપી દીધી છે અને જેવું તેઓ અહીં પહોંચશે, મળતદેહનું પોસ્ટમોર્ટમ કરી તેમને સોંપી દેવામાં આવશે.
તો વળી તેમનું કહેવું છે કે, આ ઘટનામાં કોણ દોષિત છે, કયાં ખામી હતી, તેની ગંભીરતાથી તપાસ કરવા સ્થાનિક SHOને આદેશ આપ્યા છે, તો વળી પર્યટન વિભાગના અધિકારીઓ પણ આ વિષયમાં લેટર લખીને તપાસની વાત કરી રહ્યા છે.
અહીં ઉલ્લેખનિય છે કે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આ સાઈટ પરથી અમુક આવી જ દુર્ઘટનાઓ સામે આવી હતી, જેમાં પણ એક ગુજરાતના પર્યટકનો જીવ ગયો હતો અને આવી ઘટનાઓ હજુ પણ ચાલું જ છે.(૪૦.૩)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
