હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

મુઝફ્ફરપુર,તા.૧૫: બિહારના મુઝફ્ફરપુરમાંથી હચમચાવી નાખતા પંચાયત રોજગાર સેવક હત્યાકાંડનો ખુલાસો થયો છે. કોઈ અન્યએ નહીં પણ પત્નીએ જ તેને મોતને ઘાટ ઉતારી હતી. તેને શંકા હતી કે પતિને કોઈ અન્ય મહિલાઓ સાથે અફેર ચાલી રહ્યું હતું. તેણે ગાઢ ઊંઘમાં સૂતેલા પતિનું ગળું કાપી નાખ્યું હતું. ત્યાર બાદ ઘરમાં લૂંટ થઈ હોવાનું નાટક રચવા માટે પ્લાન બનાવી રાખ્યો. સીસીટીવીના રેર્કોડિંગ પણ ગાયબ કરી નાખ્યા અને આરામથી ઊંઘી ગઈ. મધ્ય પ્રદેશમાં પતિની હત્યા કરનારી સોનમ રઘુવંશીથી પણ આ મહિલા ખૂબ ચાલાક નીકળી. આવો, વિસ્તારથી જાણીએ શું છે આખો ઘટનાક્રમ.
આ ઘટના કાઝી મોહમ્મદપુર વિસ્તારના રામરાજી રોડની છે. ૭ જુલાઈના રોજ ઘરના એક રૂમમાં રોજગાર સેવક મુમતાઝ અહમદનો મળતદેહ મળ્યો હતો. પત્ની પોતાના પતિના મોત પર પોક મૂકીને રડી રહી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તપાસ શરૂ કરી હતી. પૂછપરછ માટે પોલીસ મહિલાને સાથે લઈ ગઈ હતી. તે વારંવાર પોતાનું નિવેદન બદલી રહી હતી. તેણે પહેલા પોલીસને જણાવ્યું હતું કે, તે સૂઈ રહી હતી અને સવારે ઊઠીને પતિની લાશ જોઈ. પછી તેણે કહ્યું કે, તેને અજાણ્યા બદમાશોએ ચાકૂની અણી પર બંધક બનાવી હતી. જે બાદ લૂંટ મચાવી. આ દરમિયાન પતિને મોતને ઘાટ ઉતારી દીધો. પછી પોલીસે તેની સાથે કડકાઈથી પૂછપરછ કરી.
મહિલા કાવતરાં ચાલાક નીકળી. હત્યા કરતા પહેલા પત્નીએ દરેક નાની-મોટી વાતની તૈયારી કરી રાખી હતી. રાતના ૧:૩૦ વાગ્યે સીસીટીવી ડીવીઆર કાઢીને ફેંકી દીધું. દરવાજા પર અસલી તાળું હટાવીને પહેલાથી તોડેલું તાળું લટકાવી દીધું. ઘરના તમામ મોબાઈલ રેલવે ટ્રેક પર જઈને ફેંકી આવી. પછી સૂતેલા પતિને એક પછી એક ચાકૂના ઘા મારી હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ રૂમમાં આવીને સૂઈ ગઈ, જાણે કંઈ થયું જ ન હોય.
મહિલાએ જણાવ્યું કે, તેને તેના પતિ પર આડા સંબંધોમાં હોવાની શંકા હતી. તેણે કેટલીય વાર પતિનો મોબાઈલ ટ્રેક કર્યો અને તેને રંગેહાથ પકડવાની કોશિશ કરી હતી. જે બાદ તેણે ગુસ્સામાં આવીને સૂતી વખતે પતિની હત્યા કરી નાખી. ત્યાર બાદ પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. તેણે પતિનું ગળું કાપી નાખ્યું. ચાકૂથી શરીર પર અનેક વખત ઘા કર્યા. સાથે જ પોલીસ જ્યારે મહિલાના ઘરે પહોંચી, તો તેમને રૂમમાં લખેલું જોવા મળ્યું હતું મુઝે હારના પસંદ, લેકિન ખેલ બડા ખેલૂંગી મહિલાનું કહેવું છે કે, તે યુપીએસસીની તૈયારી કરી રહી હતી. એક વખત તેણે બીપીએસસીની પરીક્ષા પણ આપેલી છે.
આપને જણાવી દઈએ કે, મહિલા અને મળતકને ત્રણ બાળકો પણ છે. બે દીકરી અને એક દીકરો. તેમના લગ્ન ૨૦૧૨માં થયા હતા. પતિ ગ્રામ પંચાયતમાં રોજગાર સેવકનું કામ કરતો હતો. જ્યારે મહિલા સરકારી નોકરીની તૈયારી કરતી હતી, જેમાં પતિ તેની મદદ પણ કરતો હતો. જોકે, મહિલાને શંકા ગઈ કે તેનો પતિ તેને દગો આપી રહ્યો છે અને બહાર અન્ય કોઈ મહિલા સાથે તેના પતિને ચક્કર છે. જેના કારણે તેણે પતિને મોતને ઘાટ ઉતારી દીધો.(૪૦.૨)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM