News of Tuesday, 15th July 2025
અમેરિકામાં શિક્ષણ વિભાગ સંપૂર્ણ સમાપ્ત કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો માર્ગ મોકળો : સુપ્રીમ કોર્ટની મંજૂરી
શિક્ષણ વિભાગના 1400 કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવાના નીચલી અદાલતના આદેશ સામે ટ્રમ્પ વહીવટીતંત્રની અપીલ સુપ્રીમ કોર્ટે મંજૂર કરી

અમેરિકાની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે શિક્ષણ વિભાગને સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો સસ્તો સરળ બનાવી દીધો છે. શિક્ષણ વિભાગના 1400 કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવાના નીચલી અદાલતના આદેશ સામે ટ્રમ્પ વહીવટીતંત્રની અપીલ સુપ્રીમ કોર્ટે મંજૂર કરી હતી. જો કે 3 ઉદારવાદી જજોએ આ નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો.
બોસ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ મ્યોંગ જુને મે મહિનામાં ચુકાદો આપ્યો હતો કે છટણી શિક્ષણ વિભાગને લગભગ અપંગ બનાવશે. ટ્રમ્પનું પગલું કર્મચારીઓને દૂર કરીને પ્રાદેશિક કચેરીઓ બંધ કરીને અન્ય એજન્સીઓમાં ટ્રાન્સફર કરીને વિભાગને નષ્ટ કરવાનો પ્રયાસ છે. જે વિભાગ તેના કાયદેસર કાર્યો કરવા માટે પૂરતો સ્ટાફ રાખતો નથી તે હવે વિભાગ નથી. આ સાથે છટણી પર રોક લગાવી હતી. જેના કારણે ટ્રમ્પે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
શિક્ષણ સચિવ લિન્ડા મેકમોહને 11 માર્ચે જાહેરાત કરી હતી કે વિભાગ તેના અડધા સ્ટાફની છટણી કરશે. ત્યારબાદ ટ્રમ્પે 20 માર્ચે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો. આ આદેશમાં મેકમોહનને શિક્ષણ વિભાગને સંપૂર્ણપણે બંધ કરવા માટે કાયદા દ્વારા મંજૂર મર્યાદામાં તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. જેને બે સંગઠનો દ્વારા પડકારવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ટ્રમ્પે વચન આપ્યું હતું કે તેઓ સત્તામાં આવતાની સાથે જ શિક્ષણનું વિકેન્દ્રીકરણ કરશે. જેનાથી શિક્ષણની જવાબદારી હવે કેન્દ્ર સરકાર પાસે નહીં રહે પરંતુ રાજ્યોના હાથમાં જશે
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
