<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

EPFO યુઝર્સને માટે સરળ કરાયા PF વિડ્રોના નિયમો

નવી દિલ્‍હી : સરકારે તાજેતરમાં EPF સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં ખાસ કરીને તે નોકરીયાત લોકોને રાહત મળશે, જે પહેલી વખત ઘર ખરીદવા જઈ રહ્યા છે, પરંતુ ડાઉન પેમેન્‍ટનું આયોજન કરવું તેમના માટે મુશ્‍કેલ બની રહ્યું હતું.

હકીકતમાં, હવે કર્મચારીઓ પોતાના PF ખાતામાંથી ડાઉન પેમેન્‍ટ માટે પૈસા કાઢી શકે છે, જેના કારણે ઘર ખરીદવાની પ્રક્રિયા હવે પહેલા કરતાં વધુ સરળ બની જશે. નિષ્‍ણાતોનું માનવું છે કે આ ફેરફારથી હાઉસિંગ સેક્‍ટરની માંગ વધશે.

હવે EPFમાં પૈસા જમા કરનાર કર્મચારીઓ પોતાના ફંડનો ઉપયોગ ઘર ખરીદવા માટે કરી શકે છે. આ માત્ર તે જ લોકો કરે શકે છે

જેઓના ખાતાને ૩ વર્ષ થઈ ગયા હોય. EPF સ્‍કીમ ૧૯૫૨માં નવો નિયમ (પેરા ૬૮-BD) ઉમેરવામાં આવ્‍યો છે, જેના હેઠળ EPFO સભ્‍ય પોતાના ખાતામાં જમા કુલ રકમના ૯૦્રુ સુધી પૈસા કાઢી શકે છે. આ પૈસા ડાઉન પેમેન્‍ટ કે ચ્‍પ્‍ત્‍ ચુકવવા કે નવું ઘર બનાવવા માટે વાપરી શકાય છે.

હવે PFમાંથી માત્ર ૩ વર્ષ પછી પૈસા કાઢી શકાય છે. પરંતુ આ સુવિધા માત્ર એક જ વાર મળે છે, એટલે કે તમે માત્ર એક જ વખત PFમાંથી ઘર ખરીદવા માટે પૈસા કાઢી શકો છો. EPFO હવે એવી સુવિધા આપશે જેના દ્વારા સભ્‍ય UPI કે ATM દ્વારા રૂપિયા ૧ લાખ સુધીના પૈસા તરત કાઢી શકે છે. તે ઇમર્જન્‍સીમાં કામ લાગશે.

(4:04 PM IST)