<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

૨૦ વર્ષની યુવતીએ ગર્ભાવસ્‍થાની જાણ થઈ એના માત્ર ૧૭ કલાક પછી બાળકને જન્‍મ આપ્‍યો

આ પ્રકારની ક્રિપ્‍ટિક પ્રેગ્નન્‍સી ખૂબ દુર્લભ છે. આ સ્‍થિતિ ધરાવતીસ્ત્રીઓને પિરિયડ્‍સ આવી શકે છે, તેમનું વજન ખૂબ ઓછું વધે છે અને પેટમાં બાળકની હિલચાલનો જરાય અનુભવ થતો નથી

સીડની,તા.૧૫: ઓસ્‍ટ્રેલિયાની ૨૦ વર્ષની શાર્લોટ સમર્સે એક ક્રિપ્‍ટિક પ્રેગ્નન્‍સી એટલે કે રહસ્‍યમય ગર્ભાવસ્‍થાનો અનુભવ કર્યો હતો અને ગર્ભાવસ્‍થાની જાણ થયાના માત્ર ૧૭ કલાક પછી તેણે બાળકને જન્‍મ આપ્‍યો હતો. બાળકને જન્‍મ આપ્‍યો ત્‍યાં સુધી તેને ગર્ભાવસ્‍થા વિશે ખબર નહોતી. આ પ્રકારની ક્રિપ્‍ટિક પ્રેગ્નન્‍સી ખૂબ દુર્લભ છે. આ સ્‍થિતિ ધરાવતીસ્ત્રીઓને પિરિયડ્‍સ આવી શકે છે, તેમનું વજન ખૂબ ઓછું વધે છે અને પેટમાં બાળકની હિલચાલનો જરાય અનુભવ થતો નથી.

શાર્લોટ સમર્સે જોયું કે તેનાં જીન્‍સ ટાઇટ થઈ રહ્યાં છે, પણ તે સ્‍ટ્રેસમાં હોવાથી કદાચ વજન વધતાં આમ થયું હશે એવું તેને લાગ્‍યું હતું. તે છેલ્લાં અઢી વર્ષથી એક રિલેશનશિપમાં હતી. તેને લાગ્‍યું કે એને કારણે વજન વધતું હશે. છઠ્ઠી જૂને તે ગ્‍લુટન સેન્‍સિટિવિટી સંદર્ભની ટેસ્‍ટ કરાવવા માટે ડોક્‍ટર પાસે ગઈ હતી. ચેકિંગ વખતે ડોક્‍ટરે પ્રેગ્નન્‍સીની ટેસ્‍ટ કરવાનું કહ્યું અને એ પોઝિટિવ આવી હતી. તેણે તેના બોયફ્રેન્‍ડના પરિવારને હોસ્‍પિટલમાં બોલાવ્‍યો અને અલ્‍ટ્રાસાઉન્‍ડ સ્‍કેનમાં ખબર પડી કે તે ૩૮ અઠવાડિયાં અને ૪ દિવસની ગર્ભવતી હતી. સ્‍કેનમાં ખબર પડી કે બાળકની આસપાસ કોઈ ફ્‌લુઇડ નથી એથી તેને તાત્‍કાલિક પ્રસૂતિ કરાવવાની જરૂર પડી હતી. બે કલાક પછી તેણે બાળકને જન્‍મ આપ્‍યો હતો.

(3:16 PM IST)