<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

ગાઝામાં ભયાનક ભુખમરો : ભોજન બને તે પહેલા લાઇનો

 

ગાઝામાં પરિસ્‍થિતિ ખૂબ જ ખરાબ છે. ઇઝરાયલ અને પેલેસ્‍ટાઇન વચ્‍ચેના યુદ્ધ વચ્‍ચે, ગાઝા પટ્ટીના લોકો ભૂખમરાની આરે છે. પરિસ્‍થિતિ એવી છે કે લોકો ખોરાક રાંધે તે પહેલાં જ લાઇનોમાં ઉભા રહેવા લાગે છે.  ગાઝામાં કોમ્‍યુનિટી કિચનનો નજારો જોવા મળે છે. અહીં પેલેસ્‍ટિનિયનો ખોરાકનું વિતરણ થાય તે પહેલાં ખોરાક મેળવવા માટે સંઘર્ષ કરે છે. ગાઝા પટ્ટીમાં ખોરાક માટે ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે. કેવી રીતે લોકો ભોજન રાંધે તે પહેલાં જ ખાવા માટે વાસણો લઈને કતારમાં ઉભા રહે છે.આ માસૂમ બાળકોના ચહેરા પર ખોરાક ન મળવાની લાચારી સ્‍પષ્ટ દેખાય છે. હાથમાં વાસણો પકડીને, દરેક વ્‍યક્‍તિ રાહ જોઈ રહ્યા છે કે કયારે તેમને ખોરાક મળશે.ગાઝામાં ઇઝરાયલી હુમલાઓ વચ્‍ચે મોટી સંખ્‍યામાં લોકો વિસ્‍થાપિત થયા છે. તેમની વચ્‍ચે ખોરાક માટે ઝઘડો થાય છે.ગાઝાના લોકો ખોરાકના અભાવે ખૂબ જ વ્‍યથિત છે. ઘણી વાર, જ્‍યારે ખોરાક ઉપલબ્‍ધ ન હોય, ત્‍યારે લોકો ફક્‍ત પાણીથી જ ગુજરાન ચલાવતા હોય છે

(3:18 PM IST)