<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સુહાગરાતમાં દુલ્‍હનને ચક્કર આવ્‍યા : હરખપદુડો વરરાજો પ્રેગ્નેન્‍સી કીટ લઈ આવ્‍યો : હોબાળો થતાં હાથ જોડી માફી માગી

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના એક ગામમાં સુહાગરાતનો એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો

રામપુર, તા.૧૫: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના એક ગામમાં સુહાગરાતનો એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક મહિલાને લગ્ન બાદ સુહાગરાતના સમયે ચક્કર આવી ગયા. આ વાત પર વરરાજો પ્રેગ્નેન્‍સી કિટ લઈ આવ્‍યો. ત્‍યાર બાદ જે થયું તે સૌ માટે ચોંકાવનારું હતું. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

હકીકતમાં જોઈએ તો, આ મામલો રામપુરમાં એક યુવકના લગ્નના દિવસે શનિવારે થયો હતો. જાન પરણીને પાછી આવી અને દુલ્‍હન સાસરિયામાં પહોંચી. રીતિપ્રરિવાજ સાથે દુલ્‍હનનું સ્‍વાગત થયું. જો કે આ સમયે ખૂબ જ ગરમી હતી. સુહાગરાત માટે વર અને દુલ્‍હન રૂમમાં ગયા. આ દરમિયાન દુલ્‍હનને ચક્કર આવી ગયા. દુલ્‍હનને બેભાન થતાં જોઈ તેની મદદ કરવાની જગ્‍યાએ વરરાજો ગામમાં આવેલી મેડિકલ સ્‍ટોરમાંથી પ્રેગ્નેન્‍સી કિટ લઈને આવ્‍યો અને તેને પોતાની પાસે રાખી લીધી. આ વાતને દુલ્‍હન ગુસ્‍સે થઈ ગઈ.

સુહાગરાતની રાતે જેવું પતિએ દુલ્‍હનને કિટ આપી અને તપાસ કરવા માટે કહ્યું તો દુલ્‍હન ભડકી ગઈ. તેણે તરત પોતાની ભાભીને કોલ કર્યો અને કહ્યું કે તેનો પતિ તેના પર શંકા કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે તેને કોઈની સાથે આડા સંબંધ રહ્યા હશે. ભાભીએ વાતને ગંભીરતાથી લીધી અને આખા મામલાની જાણકારી પરિવારને આપી. થોડી જ વારમાં દુલ્‍હનના પિયરવાળા સાસરિયામાં પહોંચી ગયા.લગ્નનો થાક, ગરમી અને બફારાના કારણે દુલ્‍હનને ચક્કર આવી ગયા હતા. આ જોઈ વરરાજો ગભરાઈ ગયો. તેણે તાત્‍કાલિક અમુક મિત્રોને કોલ કર્યો, જેમણે મજાકમાં કહ્યું કે, આતો ગર્ભવતી હોવાના લક્ષણ હોઈ શકે છે. આ ભ્રમમાં વરરાજો રાતના સમયે પ્રેગ્નેન્‍સી કિટ ખરીદીને લઈ આવ્‍યો. દીકરીના સાસરિયામાં આવતા જ વરરાજાના પરિવાર સાથે પિયર પક્ષને બોલાચાલી થઈ. મામલો વધારે બગડે તે પહેલા ગામના અમુક લોકોએ હસ્‍તક્ષેપ કર્યો અને બંને પક્ષને સમજાવ્‍યા. ગામમાં પંચાયત બોલાવી જે બે કલાક સુધી ચાલી. છેલ્લે વરરાજાએ પોતાની ભૂલ સ્‍વીકારતા દુલ્‍હન અને તેના પરિવાર પાસે માફી માગી. વરરાજાએ પંચાયતમાં જાહેરમાં સ્‍વીકાર કરતા કહ્યું કે આગળ જતાં હવે આ પ્રકારનો કોઈ વ્‍યવહાર કરશે નહીં, ભૂલ થઈ ગઈ. માફ કરી દો.

(3:29 PM IST)