<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

શ્રાવણના પ્રથમ સોમવારે ઉજ્જૈનમાં ૨.૫ લાખથી વધુ ભક્‍તોએ મહાકાલેશ્વરના દર્શન કર્યા

ભસ્‍મ આરતી માટે વીઆઈપી પાસની સંખ્‍યા મર્યાદિત રાખવામાં આવીઃ ભક્‍તોને તીર્થયાત્રાનો સારો અનુભવ આપવા માટે ચલિત ભસ્‍મ આરતીની વ્‍યવસ્‍થા કરવામાં આવીઃ જેનાથી માત્ર ૩૦ મિનિટમાં દર્શન કરી શકાયા

 ઉજ્જૈનઃ બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં શ્રાવણ માસ ભક્‍તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આજે સવારે હજારો શ્રદ્ધાળુઓએ વહેલી સવારની ભસ્‍મ આરતીમાં ભાગ લઈને શ્રાવણ સોમવારની શરૂઆત ભગવાન મહાકાલના આશીર્વાદથી કરી હતી. રાત સુધીમાં આ આંકડો લાખો સુધી પહોંચી ગયો હતો. ભક્‍તિભાવ અને ઉત્‍સાહનો આ નજારો ઉજ્જૈનને ફરી એકવાર આધ્‍યાત્‍મિકતાનું કેન્‍દ્ર બનાવી ગયો.

ભારતમાં શ્રાવણ માસની વિવિધતાઃ ભારતમાં શ્રાવણ માસ જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ સમયે શરૂ થાય છે. ગુજરાતમાં શ્રાવણ માસ હિંદુ પંચાંગ અનુસાર વિક્રમ સંવત મુજબ શરૂ થાય છે, જે સામાન્‍ય રીતે જુલાઈના અંત કે ઓગસ્‍ટની શરૂઆતમાં આવે છે. જ્‍યારે ઉત્તર ભારતના રાજ્‍યો જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને અન્‍ય કેટલાક રાજ્‍યોમાં શ્રાવણ માસ અમાવસ્‍યા આધારિત પંચાંગ મુજબ શરૂ થાય છે, જે ગુજરાતના શ્રાવણ માસ કરતાં લગભગ એક મહિનો વહેલો શરૂ થાય છે. આ વર્ષે ઉજ્જૈનમાં શ્રાવણનો પ્રથમ સોમવાર ગુજરાતના શ્રાવણ શરૂ થાય તે પહેલા જ આવી ગયો હતો.

શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિના ખાસ પ્રબંધઃ શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિના પ્રશાસક અને અધિક કલેક્‍ટર પ્રથમ કૌશિકે જણાવ્‍યું હતું કે ઓછા સમયમાં વધુ ભક્‍તો ભગવાનના દર્શન કરી શકે તે માટે શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિ દ્વારા ચુસ્‍ત વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારે ૩ વાગ્‍યાથી ૨ લાખ ૫૦ હજારથી વધુ ભક્‍તોએ શ્રી મહાકાલેશ્વર ભગવાનના દર્શન કર્યા. શ્રી મહાકાલેશ્વર મંદિરમાં શ્રી મહાકાલેશ્વર ભગવાનના દર્શન માટે શ્રદ્ધાળુઓ કતારબદ્ધ થઈને મંદિરમાં પહોંચ્‍યા અને પ્રબંધ સમિતિની વ્‍યવસ્‍થા અંતર્ગત દર્શન કર્યા.  સામાન્‍ય શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્‍યવસ્‍થાઃ આ વખતે પ્રશાસને સામાન્‍ય શ્રદ્ધાળુઓની સુવિધાને પ્રાથમિકતા આપી હતી. ભસ્‍મ આરતી માટે વીઆઈપી પાસની સંખ્‍યા મર્યાદિત રાખવામાં આવી હતી. ભક્‍તોને તીર્થયાત્રાનો સારો અનુભવ આપવા માટે ચલિત ભસ્‍મ આરતીની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી, જેનાથી માત્ર ૩૦ મિનિટમાં દર્શન કરી શકાયા હતા. આ ઉપરાંત મોટી સંખ્‍યામાં ભક્‍તોના આગમનને ધ્‍યાનમાં રાખીને વ્‍યાપક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

ભગવાન મહાકાલનો પંચામળત અભિષેક અને શળંગારઃ

સોમવારે સવારે ભગવાન મહાકાલનો પંચામળત અભિષેક કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ વિશેષ ભસ્‍મ ચઢાવવામાં આવી અને રાજાના રૂપમાં બાબા મહાકાલનો દિવ્‍ય શળંગાર કરવામાં આવ્‍યો હતો. આ પછી તેમની ભસ્‍મ આરતી થઈ. આ અનોખી પૂજામાં સામેલ થઈને ભક્‍તોએ સુખ-સમળદ્ધિ અને ખુશહાલીની કામના કરી.

 પૂર્વ મુખ્‍યમંત્રી ઉમા ભારતીના દર્શન અને નિવેદનઃ ઉજ્જૈનમાં મધ્‍ય-દેશના પૂર્વ મુખ્‍યમંત્રી ઉમા ભારતીએ મહાકાલ મંદિરે પહોંચીને પૂજા અર્ચના કરી. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે તેમણે ભગવાન મહાકાલના દર્શન કર્યા. હિંદુ રાષ્‍ટ્રની ઉઠી રહેલી માંગને લઈને સવાલ પૂછવામાં આવતા તેમણે -તિક્રિયા આપી હતી. પૂર્વ મુખ્‍યમંત્રીએ હિંદુ રાજ્‍ય અને હિંદુ રાષ્‍ટ્ર વચ્‍ચેનો ભેદ પણ સમજાવ્‍યો હતો. મીડિયા સાથે વાતચીતમાં પૂર્વ મુખ્‍યમંત્રી ઉમા ભારતીએ કહ્યું કે ૅઆ હિંદુ રાષ્‍ટ્ર છે, હિંદુ રાજ્‍ય નથી. બંનેમાં ફરક હોય છે. હિંદુ રાજ્‍યનો અર્થ છે કે ફક્‍ત હિંદુઓનું જ રાજ્‍ય રહેશે, જ્‍યારે હિંદુ રાષ્‍ટ્રનો અર્થ સર્વસમાવેશી હોય છે.ૅ ઉમા ભારતીએ એમ પણ કહ્યું કે ૅહું દર વખતે મહાકાલથી એક જ -ાર્થના કરું છું કે જેવી તમારી મનોકામના છે. હું જ્‍યારે પણ બાબા મહાકાલનો બોલાવો અનુભવું છું, ત્‍યારે દર્શન માટે ચાલી આવું છું, પરંતુ કોશિશ કરું છું કે શ્રાવણ મહિનાની શિવરાત્રી પર મંદિર આવું, પરંતુ ભક્‍તોને કોઈ અસુવિધા ન થાય તેથી પહેલા સોમવારે દર્શન કરવા યોગ્‍ય સમજ્‍યા.

મુખ્‍યમંત્રી મોહન યાદવના વખાણઃ પૂર્વ મુખ્‍યમંત્રી ઉમા ભારતીએ મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી ડો. મોહન યાદવના ભરપૂર વખાણ કર્યા. તેમણે કહ્યું કે મુખ્‍યમંત્રી મોહન યાદવ ખૂબ જ સંવેદનશીલ વ્‍યક્‍તિ છે, તેઓ દરેક વાતને ઊંડાણપૂર્વક સમજે છે. હું તેમનાથી ખૂબ જ પ્રસન્ન રહું છું.ૅ પૂર્વ મુખ્‍યમંત્રી ઉમા ભારતીએ બાબા મહાકાલથી આગામી સિંહસ્‍થ ૨૦૨૮ની સફળતા માટે પણ વિશેષ પ્રાર્થના કરી.

(4:03 PM IST)