News of Tuesday, 15th July 2025
ગુજરાતી સંસ્કૃતિને દુબઇમાં ધબકતી રાખનાર ડો. વ્યાપ્તિબેન જોશી
મારો હેતુ સારવાર અને મનોરંજનથી લોકોમાં વધુ વધુ ખુશી ફેલાવવાનો છે : * વ્યાપ્તીબેન આયુર્વેદ ડોકટરની સાથે એનએલપી પ્રેકટીસનર, યોગ-પ્રાણાયામ ઇન્સ્ટ્રકટર, મોટીવેશનલ સ્પીકર, ઇવેન્ટ મેનેજમેન્ટ સહિત અનેક ક્ષેત્રે કાર્યરત છે : * દુબઇમાં નવરાત્રી, હોળી, પતંગોત્સવ, ગુજરાતી નાટકો, લોકડાયરો સહિતના કાર્યક્રમો કરી ચુકયા છે * ઇન્ડીયન પીપલ્સ ફોરમનાં બેનર હેઠળ દુબઇમાં અનેક સાંસ્કૃતિક પ્રવૃતિઓ * આયુર્વેદ અને યોગ થકી અનેક દર્દીઓને સારવાર પણ આપે છે * ૨૦૧૬ માં ડિવાઇન એન્ટરટેઇનમેન્ટ કંપની શરૂ કરી જે હેઠળ અત્યાર સુધીમાં ૧પ૦ થી વધુ કાર્યક્રમ કરી ચૂકયા છે

મૂળ વેરાવળ સોમનાથના અને છેલ્લા ર૦ વર્ષથી દુબઇ સ્થાયી થયેલા ડો. વ્યાપ્તિબેન જોશી અકિલાના મહેમાન બન્યા હતા. તસ્વીરમાં વ્યાપ્તિબેનની સાથે જૈન વિઝનના સંયોજક મિલનભાઇ કોઠારી, જૈન વિઝન મહિલા વિંગના અમીષાબેન દેસાઇ, જલ્પાબેન કતિરા, કાજલબેન દેસાઇ ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ, તા. ૧પઃ જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એમ કહેવાય છે કે ગુજરાતી જયાં પણ જાય ત્યાં એક ગુજરાત ઉભું કરી દે છે. મૂળ વેરાવળ-સોમનાથનાં અને હાલમાં દુબઇમાં છેલ્લા ર૦ વર્ષથી વસેલા આયુર્વેદ તબીબ ડો. વ્યાપ્તિબેન જોશીએ દુબઇમાં ગુજરાતી પણાને જીવતુ રાખ્યું છે અને ગુજરાતી સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું કામ ગુજરાતનાં કલ્ચરલ એમ્બેસેડર તરીકે કરી રહયા છે. અકિલા કાર્યાલય ખાતે તેઓએ તેમની પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી.
ડો. વ્યાપ્તિબેન જોશીએ કહયું કે, મારૂં જન્મસ્થળ વેરાવળ-સોમનાથ છે જયારે આયુર્વેદની ડિગ્રી મેં ઉત્તર ગુજરાતમાંથી લીધી છે. મારા માતા-પિતા મહેસાણા રહે છે. જયાં મારા મમ્મી સ્કુલમાં ટીચર હતા જયારે નાની વેરાવળ કોલોનીમાં રેલ્વેમાં ટીચર હતા. જયારે મામા રેયોનમાં હતા.
વ્યાપ્તિબેન આયુર્વેદ ડોકટરની સાથે એન.એલ.પી. પ્રેકટીસનર, યોગ-પ્રાણાયમ ઇન્સ્ટ્રકટર, મોટી વેશ્નલ સ્પીકર, ઇવેન્ટ-મેનેજમેનટ સહિત બહુ આયામી વ્યકિતત્વ ધરાવે છે. તેઓ કહે છે આ બહુમુખી પ્રતિભા કુદરતી છે જે માણસોને ખુશી આપે છે. આયુર્વેદની ઉપચાર થાય છે, યોગથી શારિરીક કસરત અને ખુશી તથા વિવિધ ઇવેન્ટથી ખુશી લોકોને મળે છે એટલે મારો હેતું જીવનમાં એ છે કે લોકોમાં આરોગ્ય અને ખુશી વધુમાં વધુ ફેલાવું.
દીકરી બે વર્ષની હતી ત્યારે પતિ પ્રશાંતભાઇ જોશીની નોકરીના કારણે દુબઇ જવાનુ બન્યું. ત્યારે વ્યાપ્તિબેન જોશી એક ગૃહિણી તરીકે જીવન વ્યતિત કરતા. જોકે ૩૮ વર્ષ પછી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. દુબઇમાં પહેલી ઇવેન્ટ જીવલી-ખજુરની કરી. લોકોને વ્યાપ્તિબેનની મેનેજમેન્ટ સ્કીલ ગમતાં તેઓએ દુબઇમાં કરિશ્મા કપૂર અને દેવાંગ પટેલ સાથે નવરાત્રી કરી હતી.
વ્યાપ્તિબેન જોશી કહે છે, ખજુરભાઇના મોટાભાઇ કે જેઓ દુબઇમાં પંડિત છે તેમણે ગુજરાતીઓ માટે કંઇક કરવા જણાવ્યું. એ પછી હું અનેક ગુજરાતીઓને મળી અને ઇવેન્ટ કરવાનું શરૂ કર્યું. ર૦૧૬ માં ‘ડિવાઇન એન્ટરટેઇનમેન્ટ કરીને કંપની શરૂ કરી જેમાં અત્યાર સુધીમાં ૧પ૦ થી ર૦૦ કાર્યક્રમ તેઓ કરી ચુકયા છે જેમાં મુંબઇના ગુજરાતી નાટકો, પતંગોત્સવ, હોળી, નવરાત્રી, ગુજરાતી ફિલ્મોનું પ્રમોશન, બિઝનેશ કન્કલેવ, એ ઉપરાંત કિર્તીદાન ગઢવી, રાજ પાંધી, ફિલ્મ સ્ટાર અસ્મિત પટેલ, દિપશીખા નાગપાલ, સયાલી ભગત સહિતનાં કલાકારો આવી ચુકયા છે.
દુબઇમાં લગભગ એક લાખથી વધુ ગુજરાતીઓ વસે છે. પણ ડિવાઇન ઇવેન્ટસમાં હોળીમાં ૧૧૦૦૦ થી વધુ લોકો આવેલા. કોરોના કાળ વખતે ડો. વ્યાપ્તિબેન જોશીએ મહામૃત્યુંજય જાપ કર્યા. એ ઉપરાંત ૧પ૦ કલાકારો અને નેતાઓના ઇન્ટરવ્યું કરેલા. જેમાં અસ્મિત પટેલ, મનહર ઉધાસ, કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર, શ્રધ્ધા જા, ભવ્ય ગાંધી, રિવાબા જાડેજા વગેરેનો સમાવેશ થાય છે. લાઇવ પ્રોડકાસ્ટ પણ કરેલા. વધુમાં જામનગરમાં એકલા રહેતા કેટલાક વિધવા બહેનોને કરિયાણું ભરવા પૈસા પણ મોકલેલા.
ગુજરાતીઓ વધુ ભાગ લેતા થાય તેનાં માટે રાજકારણીઓનો સહયોગ મળે જેથી અહીંના લોકો ગુજરાત આવી સમીટ કરી શકે અને જાગૃતિ લાવે તો ગુજરાતીઓ આગળ આવી શકે. દૂબઇમાં ગુજરાતી રેડિયો નથી કે ગુજરાતી ન્યૂઝ ચેનલ નથી જયારે અન્ય ભાષાની ચેનલો ઉપલબ્ધ છે.
ડો. વ્યાપ્તિબેન જોશીનાં પરિવારમાં પતિ પ્રશાંતભાઇ જોશી કે જેઓ ઓઇલ એન્ડ ગેસની પેન્ટા ગ્લોબલ કંપનીમાં ઓપરેશનલ ડાયરેકટર છે. અને મિકેનીકલ એન્જીનીયર તરીકે કાર્યરત છે. જયારે દીકરી દિયાબેન જોશી ઇટલીમાં ઇન્ટીરીયર ડિઝાઇનીંગ ભણી રહી છે. જયારે પુત્ર યજ્ઞ દૂબઇમાં ભણે છે. અને નેશનલ ફુટબોલ પ્લેયર છે.
ડો. વ્યાપ્તિબેન દૂબઇમાં તબીબ તરીકે પ્રેકટીસ કરે છે. સેમીનાર પણ કરે છે. ભારતભરમાં ઓનલાઇન દર્દીઓને ઓબેસીટી, બી. પી., કોલેસ્ટ્રોલ, ડિપ્રેશન વગેરેની સારવાર કરે છે. તેઓ કહે છે, દૂબઇમાં હું મારી ધરતીને મીસ કરૂં છું. દૂબઇમાં દિવાળી હોય કે સંક્રાંત ખુબ મોટપાયે ઉજવાય છે. એજ રીતે ગણેશોત્સવ, નવરાત્રી, ધૂળેટી પણ એજ રીતે ધામધૂમથી ઉજવાય છ.ે વ્યાપ્તિબેન કહે છે. માતૃભાષામાં ભણેલ વ્યકિત જેટલો આગળ વધે છે તે બીજી ભાષામાં ભણેલ વ્યકિત તેટલુ આગળ નથી વધી શકતું કારણ જે વિચારો છો તેજ અનુભવો છો.
વ્યાપ્તિબેન જોશીએ તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દૂબઇ આવ્યા ત્યારના સંસ્મરણો પણ વાગોળી શ્રધ્ધાંજલિ આપી હતી.
હાલ તેઓ દીકરા યજ્ઞ સાથે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ, અંબાજી મંદિર, રાજકોટ ઉપરાંત વીરપુર, જૂનાગઢ, વેરાવળ-સોમનાથની મુલાકાત લેવાના છે. અકિલા કાર્યાલય ખાતે ડો. વ્યાપ્તિબેન જોશીની મુલાકાત દરમિયાન જૈન વિઝનનાં સંયોજક મિલનભાઇ કોઠારી, જૈન વિઝન મહિલા વિંગના અમીષાબેન દેસાઇ, જલ્પાબેન કતિરા, કાજલબેન દેસાઇ ઉપસ્થિત રહ્યા હતાં. વ્યાપ્તિબેનનો સંપર્ક vyapti joshi80@gmail. com પર કરી શકાય છે.
દુબઇમાં અનેક સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરે છે વ્યાપ્તિબેન જોશી
વ્યાપ્તિબેન જોશી તેઓ ડિવાઇન એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ દુબઈમાં બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં જાણીતા કલાકારોને બોલાવે છે અને તેમની ઉપસ્થિતિમાં સાંસ્કળતિક કાર્યક્રમો યોજે છે. તેમણે અભિનેત્રી કરિશ્મા કપૂર અને સિંગર દેવાંગ પટેલની ઉપસ્થિતિમાં ગરબાનું આયોજન કર્યું હતું અને યુ.એ.ઈ.માં રહેતા ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા હતા. આ સિવાય લોકકલાકારો કીર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી,ગીતાબેન રબારી ઉપરાંત કલાકારો અસ્મિત પટેલ, દીપશિખા નાગપાલ, પૂર્વ મિસ ઇન્ડિયા સયાલી ભગત, મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી, પારસ ગાંધી, જાણીતા વ્યાખ્યાનકાર જયા કિશોરીના કાર્યક્રમો પણ યોજ્યા છે.
તેમણે કહ્યું હતું કે, જયારે જયારે ગુજરાતથી કોઈ અગ્રણીઓ આવે ત્યારે તેમની સાથે મુલાકાત થાય છે. ભૂતકાળમાં ભાજપના રાષ્ટ્રીય નેતા સ્મળતિ ઈરાની, રાજ્યનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, હાલના ગળહ મંત્રી હર્ષ સંઘવી સહીતનાં સાથે મુલાકાત થઈ છે.
વ્યાપ્તિબેન જોશીએ મહિલા દિવસની ઉજવણી પણ કરી હતી અને અનેક બહેનોને હાઈજીન કીટ, સેનેટરી નેપકીન વગેરેનું વિતરણ કર્યું હતું. લેબર કોલોનીમાં પણ ઘણા કામો કર્યા છે. તેઓ આયુર્વેદિક ડોક્ટર છે સાથોસાથ હેલ્થ કોચ પણ છે એટલે તે સંદર્ભે પણ ગુજરાતીઓની ઘણી સેવા કરે છે.
વ્યાપ્તિબેન જોશી ઇન્ડિયન પીપલ ફોરમ સેવામાં સદાય અગ્રેસર રહે છે
ચુંટણી સમયેજેમ ભારતમાં પ્રચાર-પ્રસારનું એક અદભુત વાતાવરણ હોય છે જેમાં મતદાન દરેકે કરવુ તેવો પ્રચાર કરવામાં આવે છે ત્યારે દુબઇમાં ડો.વ્યાપ્તિબેન જોશીની રજીસ્ટર કંપની છે. ત્ભ્જ્ (ઇન્ડિયન પીપલ ફોરમ) જેમાં ભારતમાં ચુંટણી હોય ત્યારે આઇ.પી.એફના બધા કાર્યકર્તાઓ અલગ-અલગ રાજય પ્રમાણે ઘરે-ઘરે જઇને પ્રમોશન કરતાં હતાં. ભારતમાં આવી ગામડે જઇ મતદાન માટે પ્રેરીત કરતાં હતાં. વધુમાં આ સંસ્થા સરકાર સાથે જોડાયેલ હોય ભારતીયોને નોકરીને લગતી કે સારા-નરસા પ્રસંગોએ સેવા આપે છે. આ સંસ્થાએ ઘણા લોકોને ત્યાં જેલમાંથી પણ છોડાવ્યા છે.(
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
