News of Tuesday, 15th July 2025
જામનગરને ફરી પાછું બનાવાશે પેરિસ : જામસાહેબે પોતાની અગત્યની સ્થાવર મિલ્કત અદાણીને ડેવલોપ કરવા સોંપી દીધી
અદાણી જામનગરને પાછું પેરિસ ઓફ ઇન્ડિયા બનાવશે : જામ સાહેબની કલ્પનાને અદાણી ગ્રુપ સાકાર કરાશે

જામનગર : તાજેતરમાં અદાણી ગ્રુપની જામનગર મુલાકાત બાદ અહેવાલ પ્રસિદ્ધ થયા હતા, અદાણી ગ્રુપની નામદાર જામસાહેબ સાથેની મુલાકાત અંગે વિવિધ અટકળ પણ જાગી હતી ત્યારે હવે મળતા અહેવાલ મુજબ જામ સાહેબે પોતાની અગત્યની સ્થાવર મિલ્કત અદાણીને ડેવલપ કરવા માટે સોંપી દીધી છે અને જામ સાહેબની જામનગરને ફરી પેરિસ ઓફ ઇન્ડિયા બનાવવાની કલ્પના સાકાર કરવા અદાણી ગ્રુપ આગળ આવ્યું છે
જામસાહેબ બાપુએ જણાવ્યું હતું કે અદાણી સાથે હું ધંધો કરું એ તો કીડી અને હાથી ભેગા થઇને કામ કરે તેના જેવું થાય એટલે સાથે ધંધો કરવાનો કોઇ સવાલ છે નહીં અને સવાલ હોય ન શકે. આમ પણ હું કોઇ ધંધાર્થી વ્યક્તિ છું જ નહીં.
ખરી હકીકત તો એ છે કે અદાણી સાહેબને મેં વિનંતી કરી છે કે હું એમને મારી જેટલી અગત્યની સ્થાવર મિલકત છે એને ડેવલપ કરવા આપું તો અદાણી જામનગરને ફરી પાછું પેરિસ ઓફ ઇન્ડિયા બનાવી દે, એમને મારી આ કલ્પનાને પ્રેમથી સ્વીકારેલ છે, એટલે મેં મારી અગત્યની સ્થાવર મિલકતો એમને ડેવલપ કરવા સોંપી દીધી છે. મેં આ મિકલતોને વેંચી નથી
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
