<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ટ્રમ્પનો યુટર્ન: યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોડીમિર ઝેલેન્સકીયે "મોસ્કોને નિશાન ન બનાવવું જોઈએ.

ઝેલેન્સકીયે મોસ્કોને નિશાન ન બનાવવું જોઈએ: ટ્રમ્પનો ડીપ સ્ટ્રાઈક દાવા પર યૂ-ટર્ન: અભી બોલા અભી ફોક: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને રશિયામાં ઊંડે સુધી હુમલા કરવા પ્રોત્સાહિત કર્યા હોવાના અહેવાલોથી પોતાને દૂર રાખ્યા છે. તેમણે મંગળવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીયે "મોસ્કોને નિશાન ન બનાવવું જોઈએ."

તેમની આ ટિપ્પણી યુક્રેન માટે નવી સૈન્ય સહાય સહિત રશિયા સામે "કઠોર વલણ" અપનાવવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ આવી છે. વ્હાઇટ હાઉસના સાઉથ લૉન પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "હું કોઈની પણ બાજુમાં નથી." તેમણે ઉમેર્યું, "હું માનવતાની બાજુમાં છું કારણ કે હું હત્યાકાંડ રોકવા માંગુ છું."

ટ્રમ્પની રશિયાને ચેતવણી: ૫૦ દિવસમાં યુદ્ધવિરામ નહિ તો કડક ટેરિફ: દરમિયાન ટ્રમ્પે રશિયા પર યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા દબાણ પણ કર્યું છે અને પુતિનને ચેતવણી આપી છે કે જો આગામી ૫૦ દિવસમાં યુદ્ધવિરામ નહીં થાય તો "ગંભીર" ટેરિફ લાદવામાં આવશે. અમેરિકાએ રશિયા માટે ૫૦ દિવસની સમયમર્યાદા નક્કી કરી છે, જો યુદ્ધવિરામ નહીં થાય તો અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

 

(9:18 AM IST)