તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
પેસેન્જર ભરેલી જીપ ઊંડી ખીણમાં ખાબકીઃ ૮ લોકોના મોત
ઉત્તરાખંડના પિથોરાગઢમાં મોટી દુર્ઘટના

પિથોરાગઢ તા.૧૬: ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં સોમવારે એક મોટી દુર્ઘટના થઈ હતી, જેમાં ૮ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના મુવાની નજીક ભંડારી ગામ પાસે થઈ હતી. જ્યાં મુસાફરો ભરેલી એક જીપ ઊંડી ખીણમાં ખાબકી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ જીપ મુવાનીથી બોકટા તરફ જઈ રહી હતી. દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત તથા બચાવ કાર્ય ચાલું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પ્રશાસન તરફથી આ દુર્ઘટનાની તપાસ થઈ રહી છે.
બોલેરો ગાડી ખીણમાં પડવાના કારણોની પણ તપાસ થઈ રહી છે. પોલીસે ઘટનાસ્થળ પર જઈને મળતદેહો કબ્જામાં લીધા છે. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે વાહનના ચિથરાં ઉડી ગયા. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ થઈ રહી છે.
આ અગાઉ એપ્રિલ ૨૦૨૪માં પિથોરાગઢ એંચોલી વિસ્તારામાં એક બોલેરો ૨૦૦ મીટર ઊંડી ખીણમાં પડવાથી બે ભાઈઓ સહિત ચાર લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે ચાર ઘાયલ થયા હતા. તો વળી જૂન ૨૦૨૩માં પિથોરાગઢ જિલ્લાના સામા હોકરા વિસ્તારમાં એક બોલેરો ઊંડી ખીણમાં પડવાથી દસ તીર્થયાત્રીઓના મોત થઈ ગયા હતા.(૩૮.૫)
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
