<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-૧૫૦ શહેરોની યાદી જાહેર

દિલ્‍હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈએ વિદ્યાર્થીઓના અભ્‍યાસ માટે શ્રેષ્ઠ શહેરોની રેન્‍કિંગમાં સ્‍થાન મેળવી પોતાની શ્રેષ્ઠ શિક્ષણ સ્‍થિતિ સાબીત કરી

લંડન,તા.૧૬: લંડન સ્‍થિત ક્‍વાક્‍વેરેલી સાયમન્‍ડ્‍સ દ્વારા મંગળવારે (૧૫ જુલાઈ) વિદ્યાર્થીઓના અભ્‍યાસ માટે વિશ્વના શ્રેષ્ઠ ૧૫૦ શહેરોની ‘કયૂએસ બેસ્‍ટ સ્‍ટૂડન્‍ટ્‍સ સિરીઝ રેન્‍કિંગ-૨૦૨૬' નામની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં દક્ષિણ કોરિયાના સિઓલ શહેરે -થમ સ્‍થાન મેળવ્‍યું છે, જ્‍યારે તેમાં ભારતના ચાર શહેરો દિલ્‍હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈનો સમાવેશ કરાયો છે. તેમાં મુંબઈને ૯૮ રેન્‍ક, દિલ્‍હીને ૧૦૪, બેંગલુરુને ૧૦૮ અને ચેન્નાઈને ૧૨૮ રેન્‍ક અપાયો છે.

દિલ્‍હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈએ વિદ્યાર્થીઓના અભ્‍યાસ માટે શ્રેષ્ઠ શહેરોની રેન્‍કિંગમાં સ્‍થાન મેળવી પોતાની શ્રેષ્ઠ શિક્ષણ સ્‍થિતિ સાબીત કરી છે. આ દર્શાવે છે કે, ભારતમાં શિક્ષણ ગુણત્તામાં શ્રેષ્ઠ સુધારો થયો છે. મુંબઈએ ૧૫ રેન્‍કનો જંપ મેળવી ૯૮માં સ્‍થાને પહોંચી ગયું છે. જ્‍યારે દિલ્‍હીની રેન્‍કિંગમાં સાત પોઈન્‍ટનો અને બેંગલુરુની રેન્‍કિંગમાં ૨૨ પોઈન્‍ટનો અને ચેન્નાઈની રેન્‍કિંગમાં ૧૨૮ પોઈન્‍ટનો સુધારો થયો છે.

ચારેય રાજ્‍યોમાં ‘એમ્‍પ્‍લોયર એક્‍ટિવિટી કેટેગરી'માં પણ સુધારો થયો છે. સૌથી વધુ નોકરી આપવાની યાદીમાં દિલ્‍હી અને મુંબઈ ટોપ-૫૦માં સામેલ થઈ ગયું છે, જે ગ્રેજ્‍યુએટો માટે રોજગારની મજબૂત સંભાવના દર્શાવી રહી છે. આ મામલે બેંગલુરુ પહેલા ૧૦૦માં ક્રમાંકે હતું, જોકે હવે તે ૫૯માં ક્રમાંકે પહોંચી ગયું છે. જ્‍યારે ચેન્નાઈના રેન્‍કિંગમાં ૨૯ પોઈન્‍ટનો સુધારો થયો છે.

કયૂએસના મુખ્‍ય કાર્યકારી અધિકારી જેસિકા ટર્નરે કહ્યું કે, ‘૨૦૨૬ની કયૂએસ બેસ્‍ટ સ્‍ટૂડન્‍ટ્‍સ સિરીઝ રેન્‍કિંગ' માં ભારત ઘણું આગળ આવ્‍યું છે, જે ઉચ્‍ચ શિક્ષણમાં અનેક ફેરફારો દર્શાવી રહી છે.' QS ઓછામાં ઓછી ૨.૫૦ લાખની વસ્‍તી ધરાવતા શહેરો અને મ્‍લ્‍ વર્લ્‍ડ યુનિવર્સિટી રેન્‍કિંગમાં સ્‍થાન મેળવનાર ઓછામાં ઓછી બે યુનિવર્સિટીઓને રેન્‍કિંગ આપે છે.

વિદ્યાર્થીઓ માટે વિશ્વના

ટોપ-૧૫ શહેરોની યાદી

સિઓલ, દક્ષિણ કોરિયા, ટોકયો, જાપાન, લંડન, યુનાઇટેડ કિંગડમ, મ્‍યુનિક, જર્મની, મેલબોર્ન, ઓસ્‍ટ્રેલિયા, સિડની, ઓસ્‍ટ્રેલિયા, બર્લિન, જર્મની, પેરિસ, ફ્રાન્‍સ, ઝુરિચ, સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ, વિયેના, ઓસ્‍ટ્રિયા, સિંગાપોર, કુઆલાલંપુર, મલેશિયા, બેઇજિંગ, ચીન, તાઇપેઈ, તાઇવાન, બોસ્‍ટન, યુનાઇટેડ સ્‍ટેટ્‍સ. 

(9:56 AM IST)