<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

બેંગલુરુમાં બાયોલોજી, ફિઝિક્‍સના લેક્‍ચરરે વિદ્યાર્થિની પર રેપ કર્યો

બેંગલુરુ,તા.૧૬: બેંગુલરુની એક કોલજના બે લેક્‍ચરરે શરમજનક કળત્‍યુ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. અહીં ફિઝિક્‍સ અને બાયોલોજીના બે લેક્‍ચરરે પોતાની જ એક વિદ્યાર્થિની સાથે બળાત્‍કાર કર્યો છે. બંને લેક્‍ચરરે વિદ્યાર્થિનીને બ્‍લેકમેઇલ કરીને વારંવાર હવસનો શિકાર બનાવી હતી. આ આરોપમાં બે લેક્‍ચરર સહિ ત્રણની ધરપકડ કરાઈ છે.

લેક્‍ચરર નરેન્‍દ્ર અને સંદીપ તથા મિત્ર અનુપ ખાનગી કોલેજમાં નોકરી કરે છે. પીડિતા પણ આ કોલેજમાં અભ્‍યાસ કરતી હતી. પીડિતાએ કહ્યું કે, સૌથી પહેલા નરેન્‍દ્રએ નોટ્‍સ આપવાના બહાને સંપર્ક કર્યો હતો. નરેન્‍દ્રએ એક દિવસ અનુપના રૂમ પર મળવા માટે બોલાવીને બળાત્‍કાર કર્યો હતો. કેટલાક દિવસ પછી સંદીપે પણ વિદ્યાર્થિનીને પરેશાન કરવાનું શરુ કર્યું હતું. જ્‍યારે વિદ્યાર્થિનીએ વિરોધ કરવાનું શરુ કર્યું તો કથિત રીતે તેણીનું બ્‍લેકમેઇલિંગ શરુ કર્યું હતું.(૪૦.૧૮)

(4:04 PM IST)