તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
૧૪ વર્ષમાં ૧૧.૭ કરોડના મોત પણ આધાર નંબર ડિલીટ થયા માત્ર ૧.૧૫ કરોડ
RTIમાંથી ચોંકાવનારો ખુલાસોઃ આધાર જારી કરતી સંસ્થા UIDAI એ છેલ્લા ૧૪ વર્ષમાં ફક્ત ૧.૧૫ કરોડ આધાર નંબરો નિષ્ક્રિય કર્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન દેશમાં લગભગ ૧૧.૭ કરોડ લોકોના મોત થયા છે : RTIના જવાબથી સ્પષ્ટ થાય છે કે UIDAI પાસે ન તો આધાર વગરના લોકોનો કોઈ અંદાજ છે, ન તો મળત લોકોના આધારને નિષ્ક્રિય કરવા માટે કોઈ અસરકારક સિસ્ટમ છે. આ અસમાનતાએ આધાર ડેટાની વિશ્વસનીયતા અને તેને અપડેટ ન કરવા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા

નવી દિલ્હી તા.૧૬: ભારતમાં નાગરિક ઓળખના સૌથી મોટા દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ હવે એક RTIના જવાબમાં ખુલાસો થયો છે કે છેલ્લા ૧૪ વર્ષમાં મળત્યુના આધારે ફક્ત ૧.૧૫ કરોડ આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. દેશમાં થયેલા મળત્યુની સરખામણીમાં આ સંખ્યા ઘણી ઓછી છે.
સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ અનુસાર, એપ્રિલ ૨૦૨૫ સુધીમાં, ભારતની કુલ વસ્તી ૧૪૬.૩૯ કરોડ હશે, જ્યારે આધાર કાર્ડ ધારકોની સંખ્યા ૧૪૨.૩૯ કરોડ હશે. તેની સરખામણીમાં, ભારતની નાગરિક નોંધણી પ્રણાલી (CRS) મુજબ, ૨૦૦૭ થી ૨૦૧૯ સુધી દર વર્ષે સરેરાશ ૮૩.૫ લાખ લોકો મળત્યુ પામ્યા છે. આવી સ્થિતિમાં, છેલ્લા ૧૪ વર્ષમાં ૧૧.૬૯ કરોડથી વધુ મળત્યુ થયા હોત, પરંતુ UIDAI એ ફક્ત ૧.૧૫ કરોડ આધાર નંબર બંધ કર્યા છે. એટલે કે, ફક્ત ૧૦% કરતા ઓછું.
જ્યારે UIDAI ને પૂછવામાં આવ્યું કે શું તેમણે કયારેય દેશમાં આધાર કાર્ડ ન ધરાવતા લોકોની સંખ્યાનો અંદાજ લગાવ્યો છે, તો જવાબ મળ્યો,‘‘આવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી.'' UIDAI અનુસાર, જ્યારે ભારતના રજિસ્ટ્રાર જનરલ (RGI) કોઈ મળત વ્યક્તિનો ડેટા આધાર નંબર સાથે શેર કરે છે, ત્યારે એક પ્રક્રિયા પછી આધાર નંબર નિષ્ક્રિય થઈ જાય છે. ઓગસ્ટ ૨૦૨૩ માં જારી કરાયેલા પરિપત્ર મુજબ, પહેલા મળત્યુ રજિસ્ટરના ડેટાને UIDAI ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવે છે. પછી બે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે (૧) નામમાં ૯૦% મેળ હોવો જોઈએ, અને (૨) લિંગમાં ૧૦૦% મેળ હોવો જોઈએ.
જો આ બંને શરતો પૂર્ણ થાય તો પણ, અંતિમ નિર્ણય ત્યારે જ લેવામાં આવે છે જ્યારે મળત્યુ પછી તે આધાર નંબર સાથે કોઈ બાયોમેટ્રિક પ્રમાણીકરણ કે અપડેટ કરવામાં આવ્યું નથી તેની પુષ્ટિ થાય. જો મળત્યુ પછી પણ આધારનો ઉપયોગ થયો હોય, તો વધુ તપાસ કરવામાં આવે છે. તે જ સમયે, જો ભવિષ્યમાં કોઈપણ પ્રક્રિયા માટે નિષ્ક્રિય આધારનો ઉપયોગ કરવામાં આવે છે, તો સિસ્ટમ વપરાશકર્તાને ચેતવણી આપે છે. પછી તે વ્યક્તિ બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા આધારને ફરીથી સક્રિય કરી શકે છે.
UIDAI પાસે આધાર નિષ્ક્રિયતાનો વર્ષવાર રેકોર્ડ નથી.
જ્યારે RTIમાં પૂછવામાં આવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં મળત્યુના આધારે કેટલા આધાર નંબર બંધ કરવામાં આવ્યા છે, ત્યારે UIDAI એ સ્પષ્ટપણે કહ્યું, અમારી પાસે આવી કોઈ માહિતી નથી.ૅ UIDAI એ કુલ આંકડો ફક્ત એટલો જ આપ્યો કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં મળત્યુના આધારે ૧.૧૫ કરોડ આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.
બિહારમાં ૧૦૦% થી વધુ આધાર સંતળપ્તિ અને ખતરાની ઘંટડી
બિહારમાં SSR એટલે કે સ્પેશિયલ સમરી રિવિઝન દરમિયાન, ઘણા જિલ્લાઓમાં ૧૦૦% થી વધુ આધાર સંતળપ્તિ જોવા મળી હતી. ઉદાહરણ તરીકે કિશનગંજ૧૨૬%, કટિહાર અને અરરિયા ૧૨૩%, પૂર્ણિયા ૧૨૧%, શેખપુરા ૧૧૮%
આનો અર્થ એ થયો કે આ જિલ્લાઓની અંદાજિત વસ્તી કરતાં વધુ લોકોને આધાર કાર્ડ આપવામાં આવ્યું છે. આનું એક મોટું કારણ એ છે કે મળતકોના આધાર નંબર સમયસર નિષ્ક્રિય થતા નથી. આ ઉપરાંત, વસ્તી અંદાજ, સ્થળાંતર અને ડુપ્લિકેશન પણ જવાબદાર છે.
આ RTI ના જવાબથી સ્પષ્ટ થાય છે કે UIDAI પાસે ન તો આધાર વગરના લોકોનો કોઈ અંદાજ છે, ન તો મળત લોકોના આધારને નિષ્ક્રિય કરવા માટે કોઈ અસરકારક સિસ્ટમ છે. આનાથી માત્ર ડેટાની ચોકસાઈ પર જ પ્રશ્નો ઉભા થતા નથી, પરંતુ નીતિ નિર્માણ અને વસ્તી આંકડામાં ગંભીર ખામી પણ છતી થાય છે. UIDAI ને તેની સિસ્ટમમાં પારદર્શિતા અને તાજગી લાવવાની જરૂર છે, ખાસ કરીને જ્યારે આધાર હવે બેંકિંગ, રાશન, મતદાન અને સરકારી યોજનાઓ સાથે જોડાયેલ છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
