<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ફરી ડાઉન થયું ચેટજીપીટીઃ હજારો યુઝર્સ પરેશાન, લોગ ઇન-સર્ચમાં મુશ્‍કેલી

આજે સવારે OpenAI ના ચેટજીપીટી વપરાશકર્તાઓને આઉટેજનો સામનો કરવો પડયોઃ હજારો વપરાશકર્તાઓને લોગિન, ચેટ લોડ અને Error મેસેજની સમસ્‍યા થઈ

નવી દિલ્‍હી, તા.૧૬: OpenAI નું ચેટજીપીટી વૈશ્વિક સ્‍તરે આઉટેજ અનુભવી રહ્યું છે, એટલે કે ડાઉન છે. લોકપ્રિય ચેટબોટનું આઉટેજ બુધવાર, ૧૬ જુલાઈના રોજ વહેલી સવારે શરૂ થયું હતું, જેના પછી હજારો ChatGPT યુઝર્સ AI ચેટબોટને ઍક્‍સેસ કરી શકયા ન હતા. ચેટજીપીટી આઉટેજની અસર Sora અને GPT API પર પણ પડી છે.

મહિનામાં આ બીજી વખત છે જ્‍યારે ચેટજીપીટી  વૈશ્વિક આઉટેજનો સામનો કરી રહ્યું છે. DownDetector દ્વારા અહેવાલ મુજબ, લગભગ ૮૮% ChatGPT વપરાશકર્તાઓ ચેટબોટને ઍક્‍સેસ કરી શકતા નથી. વપરાશકર્તાઓએ લોગિન નિષ્‍ફળતાઓની પણ જાણ કરી છે. OpenAI એ તેના સ્‍ટેટસ પેજ પર આઉટેજ સ્‍વીકાર્યું છે અને કંપની તેને ઠીક કરવા માટે કામ કરી રહી છે. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉનડિટેક્‍ટર અનુસાર, મોટાભાગની ફરિયાદો ભારત સહિત ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા માંથી આવી છે.

આ મહિને આ બીજો મોટો આઉટેજ છે, જે ચેટજીપીટીની વિશ્વસનીયતા પર પ્રશ્‍નો ઉભા કરે છે અને વપરાશકર્તાઓમાં ચિંતા વધારી રહ્યું છે.

ડાઉનડિટેક્‍ટર મુજબ, સેવાઓનો ટ્રેક રાખતી વેબસાઇટે અહેવાલ આપ્‍યો છે કે, આજે ૧૬ જુલાઈના રોજ સવારે ૬૧.૦ વાગ્‍યે આઉટેજ શરૂ થયું હતું. લગભગ ૮૮% વપરાશકર્તાઓએ ChatGPTની સંપૂર્ણ અપ્રાપ્‍યતાની ફરિયાદ કરી હતી. જ્‍યારે ૧૦% લોકોએ વેબસાઇટમાં સમસ્‍યાઓ અને ૯% લોકોએ એપ્‍લિકેશનમાં સમસ્‍યાઓની જાણ કરી હતી. યુઝર્સે સંપૂર્ણ ખાલી ચેટ સ્‍ક્રીન અને અપૂર્ણ પ્રતિભાવોની જાણ કરી હતી. કેટલાક વપરાશકર્તાઓને લોગિનમાં પણ સમસ્‍યાઓ આવી હતી કારણ કે ચેટબોટ ચકાસણી પ્રક્રિયા આગળ વધારી શકયું ન હતું. આ ઉપરાંત, યુઝર્સે લાઇવ સત્ર દરમિયાન અચાનક ડિસ્‍કનેક્‍શનની પણ ફરિયાદ કરી હતી અને ઘણા લોકોએ કોડેક્‍સ અને સોરા જેવા ટૂલ્‍સનો ઉપયોગ કરીને કોડિંગ અને વિડિઓ જનરેશનમાં તેમનું કામ થઈ શકયું નહોતું.

ઓપનએઆઈએ તેના સ્‍ટેટસ પેજ પર સમસ્‍યાનો સ્‍વીકાર કરતા કહ્યું, ‘અમે ભૂલ દરમાં વધારો ઓળખ્‍યો છે અને તેને ઘટાડવા માટે કામ કરી રહ્યા છીએ.' કંપનીએ પુષ્ટિ આપી છે કે તે તેના સુધારા પર કામ કરી રહી છે પરંતુ તેણે હજસુધી આઉટેજ પાછળનું કારણ જાહેર કર્યું નથી અથવા સંપૂર્ણ પુનઃસ્‍થાપન માટે સમયરેખા આપી નથી.

ચેટજીપીટીની સેવાઓ સ્‍થિર ન થાય ત્‍યાં સુધી, OpenAIએ ભલામણ કરી છે કે, વારંવાર લોગિન પ્રયાસો કરવાનું ટાળો, કારણ કે આ સુરક્ષા લોકને ટ્રિગર કરી શકે છે. તેમજ રીઅલ-ટાઇમ અપડેટ્‍સ માટે સત્તાવાર સ્‍થિતિ પળષ્ઠ તપાસવું અને વિક્ષેપો દરમિયાન ડેટા નુકસાન અટકાવવા માટે તમારા કામને એક્‍સટરનલી સેવ કરીને રાખવું.

સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ  પરચેટજીપીટી  ડાઉનની યુઝર્સની ફરિયાદોથી ભરાઈ ગયું છે.

(11:06 AM IST)