તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
પહેલગામમાં ૨૬ લોકોની હત્યા બાદ આતંકવાદીઓએ હવામાં ફાયરિંગ કરીને ઉજવણી કરી હતી

નવી દિલ્હી, તા.૧૬: ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક સાક્ષીએ તપાસ એજન્સીઓને ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુખ્ય સાક્ષીએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને જણાવ્યું હતું કે હુમલા પછી, ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓએ ઉજવણીમાં હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફત્ખ્ એ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની મદદથી આ સ્થાનિક વ્યક્તિને શોધી કાઢયો, જેને હવે ૅસ્ટાર પ્રોટેક્ટેડ સાક્ષીૅનો દરજ્જો આપવામાં આવ્યો છે. હુમલાની થોડી મિનિટો પછી જ તે આતંકવાદીઓ સાથે સામસામે આવી ગયો.
ધ ઈન્ડિયન એક્સપ્રેસે તેના એક અહેવાલમાં તપાસ અધિકારીને ટાંકીને કહ્યું હતું કે, સાક્ષીએ કહ્યું કે આતંકવાદીઓએ તેને રોકયો અને કલમાનો પાઠ કરવાનું કહ્યું. જ્યારે તેણે સ્થાનિક કાશ્મીરી ઉચ્ચારણમાં પાઠ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેઓએ તેને છોડી દીધો અને તરત જ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું. સાક્ષીઓના નિવેદનના આધારે, ઘટનાસ્થળેથી ચાર ખાલી કારતૂસ મળી આવ્યા છે, જે ઉજવણીના ગોળીબાર સાથે જોડાયેલા છે.
વધુમાં, સાક્ષીએ એમ પણ કહ્યું કે તેણે સ્થાનિક આરોપીઓ, પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદને એક ટેકરી પાસે ઉભા જોયા જ્યાં તેઓ આતંકવાદીઓના સામાનની સંભાળ રાખી રહ્યા હતા. બાદમાં આતંકવાદીઓ એ જ સામાન લઈને ત્યાંથી ચાલ્યા ગયા.
હુમલાનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું? : ગયા મહિને, NIA એ પરવેઝ અને બશીરની આતંકવાદીઓને આશ્રય આપવા અને ટેકો આપવાના આરોપસર ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ૨૧ એપ્રિલે બપોરે ૩:૩૦ વાગ્યે ત્રણેય પાકિસ્તાની આતંકવાદીઓ પરવેઝના ઘરે આવ્યા હતા. ચાર કલાક સુધી તેમણે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા, પર્યટન સ્થળો, રૂટ અને સમયપત્રક વિશે માહિતી એકત્રિત કરી. જતા સમયે, તેણે પરવેઝની પત્ની પાસેથી મસાલા અને ચોખા પેક કર્યા અને ૫૦૦ રૂપિયાની પાંચ નોટો આપી. આ પછી તે બશીરને મળ્યો અને તેને ૨૨ એપ્રિલે બપોરે ૧૨:૩૦ વાગ્યે ત્યાં પહોંચવાનું કહ્યું.
સૂત્રો કહે છે કે આ હુમલામાં સામેલ એક આતંકવાદીની ઓળખ સુલેમાન શાહ તરીકે થઈ છે, જે ગયા વર્ષે એક ટનલ પ્રોજેક્ટ પર કામ કરતા ૭ કામદારોની હત્યામાં પણ સામેલ હતો. NIA હવે હુમલા પાછળના સમગ્ર નેટવર્ક, તેના સ્થાનિક સુવિધા આપનારાઓ અને પાકિસ્તાની આતંકવાદી જૂથો સાથેના જોડાણોની વિગતવાર તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબા સાથેના જોડાણની પુષ્ટિ થઈ ચૂકી છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
