<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

૧૦૬ લોકોના મોત, ૧૦૦૦ કરોડનું નુકસાન : અનેક રસ્‍તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી શિમલા, બિલાસપુર અને સોલનમાં ઘણી જગ્‍યાએ નુકસાન થયું છે

શિમલા, તા.૧૬: મંગળવારે હિમાચલ પ્રદેશના શિમલા, બિલાસપુર અને સોલનમાં ઘણી જગ્‍યાએ ભારે વરસાદ પડ્‍યો. હવામાન વિભાગે ૧૬ જુલાઈના રોજ ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં કેટલાક સ્‍થળોએ વાવાઝોડા સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, ૨૧ જુલાઈ સુધી વરસાદથી રાહત મળવાની કોઈ આશા નથી.

રાજ્‍યમાં વિવિધ સ્‍થળોએ ભારે વરસાદનો ક્રમ ચાલુ રહેશે. વરસાદને કારણે રાજ્‍યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્‍સિયસનો ઘટાડો થયો છે. રાજ્‍યમાં સૌથી વધુ તાપમાન ઉના અને ધૌલા કુઆનમાં ૩૨.૫ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું.

રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળ (SDMA) ના જણાવ્‍યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે જીવન અને સંપત્તિને અસર થઈ છે અને ૨૦ જૂનથી ૧૫ જુલાઈ સુધીમાં ૧૦૬ લોકોના મોત થયા છે. કુલ મળત્‍યુમાંથી, ૬૨ લોકો સીધા વરસાદ સંબંધિત આફતો જેમ કે ભૂસ્‍ખલન, અચાનક પૂર, વાદળ ફાટવા, ડૂબવા, વીજળી પડવા અને પડવાથી મળત્‍યુ પામ્‍યા હતા, જ્‍યારે આ જ સમયગાળા દરમિયાન ૪૪ લોકોના માર્ગ અકસ્‍માતમાં મળત્‍યુ થયા હતા.

આમાં વાદળ ફાટવાથી ૧૫, ઊંચાઈ (ઝાડ/ખડક) પરથી પડી જવાથી ૧૨, ડૂબવાથી ૧૧, અચાનક પૂરમાં ૮, વીજળી પડવાથી અને સાપના ડંખથી ૫પ્ર૫ અને ભૂસ્‍ખલન અને આગને કારણે ૧પ્ર૧ મળત્‍યુનો સમાવેશ થાય છે. તમામ જિલ્લાઓમાં માર્ગ અકસ્‍માતોમાં ૪૪ લોકોના મોત થયા હતા, જેમાં મંડી (૪), કુલ્લુ (૭) અને કિન્નૌર (૫) સૌથી વધુ પ્રભાવિત થયા હતા.

તે જ સમયે, ૩૮૪ ઘરો સંપૂર્ણપણે નુકસાન પામ્‍યા છે અને ૬૬૬ ઘરો, ૨૪૪ દુકાનો અને ૮૫૦ પશુઓના વાડાને નુકસાન થયું છે. વરસાદને કારણે રાજ્‍યમાં ૧૭૧ પીવાના પાણીની યોજનાઓ બંધ છે, જેમાં મંડી જિલ્લામાં ૧૪૨, કાંગડામાં ૧૮, સિરમૌરમાં ૧૧ યોજનાઓ પ્રભાવિત છે.

વરસાદ અને ભૂસ્‍ખલનને કારણે રાજ્‍યના ૧૯૯ રસ્‍તાઓ વાહનવ્‍યવહાર માટે બંધ છે અને તેમને ખોલવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મંડી જિલ્લામાં ૧૪૧, કુલ્લુમાં ૩૫, કાંગડામાં ૧૦, સિરમૌરમાં આઠ, ઉનામાં ત્રણ અને ચંબામાં બે રસ્‍તા બંધ છે. હિમાચલ સરકાર તેમને ખોલવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્‍યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ મંગળવારે નવી દિલ્‍હીમાં કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહને મળ્‍યા અને તેમને જાણ કરી કે રાજ્‍યને અચાનક પૂર અને વાદળ ફાટવાથી લગભગ ૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે

(11:59 AM IST)