<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

દેશમાં ૧૫% યુવાનો બેરોજગારઃ શહેરી વિસ્‍તારોમાં દર ૭.૧ ટકા

ભારતમાં ૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર જૂન મહિનામાં ૫.૬% હતો, જે પાછલા મહિના જેટલો જ હતો

 

નવી દિલ્‍હી, તા.૧૬: સ્‍ટેટિસ્‍ટિક્‍સ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્‍યું છે કે દેશમાં ૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર જૂન મહિનામાં ૫.૬ ટકા હતો. ગયા મહિનાની સરખામણીમાં આમાં કોઈ ફેરફાર થયો નથી. શહેરી વિસ્‍તારોમાં બેરોજગારીનો દર ૭.૧ ટકા જેટલો ઊંચો હતો, જ્‍યારે ગ્રામીણ વિસ્‍તારોમાં તે ૪.૯ ટકા જેટલો ઓછો હતો. ગ્રામીણ અને શહેરી વિસ્‍તારોમાં પુરુષોમાં બેરોજગારીનો દર ૫.૬ ટકા પર સ્‍થિર રહ્યો. મહિલાઓ માટે, જૂનમાં આ દર ૫.૬ ટકા હતો, જે મે મહિનામાં નોંધાયેલા ૫.૮ ટકા કરતા થોડો ઓછો હતો.

તે જ સમયે, ૧૫-૨૯ વર્ષની વયના યુવાનોમાં બેરોજગારીનો દર મે મહિનામાં ૧૫ ટકાથી વધીને જૂનમાં ૧૫.૩ ટકા થયો. આ ઉંમરનીસ્ત્રીઓમાં, આ દર ૧૬.૩ ટકાથી વધીને ૧૭.૪ ટકા થયો, જ્‍યારે પુરુષોમાં તે ૧૪.૫ ટકાથી વધીને ૧૪.૭ ટકા થયો.સર્વે મુજબ, ૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં શ્રમ બળ ભાગીદારી દર જૂનમાં ૫૪.૨ ટકા હતો, જ્‍યારે મે મહિનામાં તે ૫૪.૮ ટકા હતો. ગ્રામીણ વિસ્‍તારોમાં LFPR ૫૬.૧ ટકા હતો, જ્‍યારે શહેરી વિસ્‍તારોમાં તે ૫૦.૪ ટકા હતો. જૂન મહિનામાં ગ્રામીણ વિસ્‍તારોમાં સમાન વય જૂથ માટે કામદાર વસ્‍તી ગુણોત્તર ૫૩.૩ ટકા હતો, જ્‍યારે શહેરી વિસ્‍તારોમાં તે ૪૬.૮ ટકા હતો. એકંદર ષ્‍ભ્‍ય્‍ મે મહિનામાં ૫૧.૭ ટકાથી ઘટીને ૫૧.૨ ટકા થયો.

જોકે, આંકડા કચેરીએ LFPR અને ષ્‍ભ્‍ય્‍ માં થોડો ઘટાડો મોસમી કળષિ પેટર્ન, તીવ્ર ગરમી અને બિનવેતન ગ્રામીણ સહાયકો, ખાસ કરીને મહિલાઓના ઘરકામ તરફ સ્‍થળાંતરને આભારી ગણાવ્‍યો હતો. તેમાં વધુમાં જણાવાયું છે કે કળષિ ક્ષેત્રમાં ગ્રામીણ મહિલા કામદારોનો હિસ્‍સો મે મહિનામાં ૭૦.૨ ટકાથી ઘટીને જૂનમાં ૬૯.૮ ટકા થયો છે. (રર.૨૪)

 

(2:59 PM IST)