News of Wednesday, 16th July 2025
ઇઝરાયલના ગાઝા ઉપરના હવાઈ હુમલામાં ૯૩ લોકોના મોત

નવી દિલ્હી, તા.૧૬: ગાઝામાં મળત્યુનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જાન્યુઆરીમાં હમાસ સાથે યુદ્ધવિરામ કરાર તૂટી ગયો ત્યારથી ઇઝરાયલી સેના ગાઝા પર વિનાશ મચાવી રહી છે. હમાસ હવે ગાઝામાં તેના છેલ્લા શ્વાસ ગણી રહ્યું હોય તેવું લાગે છે.
ઇઝરાયલે ગાઝા પર વધુ એક મોટો હવાઈ હુમલો કર્યો છે. આમાં ૯૩ પેલેસ્ટિનિયનોના મોત થયા છે.
ગઈકાલે મંગળવારે ઇઝરાયલી સેનાએ ગાઝા પર એક મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ૯૩ પેલેસ્ટિનિયનોના મોત થયા છે.
શિફા હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે ગાઝાના ઉત્તરીય શાતી શરણાર્થી શિબિરમાં એક મોટો હુમલો થયો. આ હુમલામાં પેલેસ્ટિનિયન વિધાનસભાના હમાસ સભ્ય, તેમજ એક પુરુષ, એક મહિલા અને તેમના છ બાળકો માર્યા ગયા છે, જેઓ એક જ ઇમારતમાં આશ્રય લીધો હતો. ઘાયલોને એક જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
