<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડમાં ૬૦૧૧૨૫૦૦૦૦ રૂપિયાનું કૌભાંડ

ઓડિટ રિપોર્ટમાં આ ઘેરા રહસ્‍યોનો ખુલાસો : પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ માં છેલ્લા બે વર્ષમાં ૬ અબજ પાકિસ્‍તાની રૂપિયા (લગભગ $21 મિલિયન) થી વધુની નાણાકીય અનિયમિતતાઓ અને વહીવટી ક્ષતિઓ

નવી દિલ્‍હી, તા.૧૬: તાજેતરના ઓડિટમાં ખુલાસો થયો છે કે પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ (PCB) છેલ્લા બે વર્ષમાં ૬ અબજ પાકિસ્‍તાની રૂપિયા (લગભગ $૨૧ મિલિયન) થી વધુની નાણાકીય અનિયમિતતાઓ અને વહીવટી ભૂલોનો ભોગ બન્‍યું છે. ૨૧ મિલિયન ડોલર અથવા ૧૮૦૪૧૪૧૫૦૦ ભારતીય રૂપિયા. જો પાકિસ્‍તાની રૂપિયામાં જોવામાં આવે તો તે ૬૦૧૧૨૫૦૦૦૦ રૂપિયા થાય છે. ‘ધ ન્‍યૂઝ'ના અહેવાલ મુજબ, ૨૦૨૩-૨૪ નાણાકીય વર્ષ માટે પાકિસ્‍તાનના ઓડિટર જનરલના અહેવાલમાં જણાવાયું છે કે સૌથી મોટી અનિયમિતતા ૫.૩ બિલિયન રૂપિયા (઼૧૮.૬ મિલિયન) ની બાકી સ્‍પોન્‍સરશિપ ફીની વસૂલાત ન થવાની છે. સરળ શબ્‍દોમાં કહીએ તો, PCB ને પ્રાયોજકો પાસેથી જે પૈસા મળવા જોઈએ તે મળ્‍યા નથી.(૨૩.૨૯)

(3:36 PM IST)