<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

આરએસએસથી પ્રેરણા લઈને જાપાનમાં શરૂ થયું હિન્દુ સ્વયંસેવક સંઘ જાપાન

“હિન્દુ સ્વયંસેવક સંઘ (જાપાન) જાપાની સમુદાયમાં હિન્દુ સંસ્કૃતિ, મૂલ્યો અને પરંપરાઓનું જતન અને પ્રોત્સાહન આપશે :સંસ્કાર, સેવા અને સંગઠનના સિદ્ધાંતો દ્વારા વ્યક્તિગત વિકાસ માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓનું એક મજબૂત નેટવર્ક બનાવવાનો પ્રયાસ

નવી દિલ્હી :આખા ભારતમાં હિન્દુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક મોટું અને મહત્ત્વનું નામ છે. ભારતમાં આરએસએની વિપક્ષો દ્વારા સતત ટીકા કરવામાં આવે છે અને કેટલીક વખત તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માગણી કરવામાં છે. જોકે તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા છે કે ભારતનું RSS હવે જાપાન સુધી પહોંચ્યું છે. જાપાનમાં પણ આરએસએસથી પ્રેરણા લઈને એક હિન્દુ સંગઠન શરૂ કરવામાં આવ્યું છે HSS જાપાનમાં અનેક સમાજસેવાના અને ધાર્મિક અને સાંસ્ક્રુતિક કાર્યક્રમો પણ કરે છે

જાપાનમાં શરૂ થયેલા હિન્દુ સંગઠનનું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની જેમ જ હિન્દુ સ્વયંસેવક સંઘ જાપાન (HSS) એમ રાખવામાં આવ્યું છે. આ સાથે તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે, તેમ જ HSSની વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે

વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે કે “હિન્દુ સ્વયંસેવક સંઘ (જાપાન) જાપાની સમુદાયમાં હિન્દુ સંસ્કૃતિ, મૂલ્યો અને પરંપરાઓનું જતન અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. અમે સંસ્કાર, સેવા અને સંગઠનના સિદ્ધાંતો દ્વારા વ્યક્તિગત વિકાસ માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓનું એક મજબૂત નેટવર્ક બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.

જાપાનમાં હિન્દુ સમુદાયની સેવા કરવા માટે સ્થાપિત, અમારી સંસ્થા સાંસ્કૃતિક જાળવણી અને સમુદાય સેવાનું એક દીવાદાંડી રહી છે. અમે જાપાની સમાજ સાથે સંકલન કરતી વખતે અમારા સાંસ્કૃતિક મૂળને મજબૂત કરવા માટે નિયમિત પ્રવૃત્તિઓ, ઉત્સવો અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ.

એચએસએસ દ્વારા ‘શંખા’ આ મૂળભૂત એકમ શરૂ કર્યું છે, જેના હેઠળ જ્યાં સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ શારીરિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે નિયમિતપણે ભેગા થાય છે. તે ચારિત્ર્ય નિર્માણ અને સમુદાય વિકાસ માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે.

આ શંખા હેઠળ અઠવાડિયામાં શારીરિક તાલીમ થાય છે જેમાં સ્વાસ્થ્ય અને શિસ્ત માટે યોગ, રમતો અને શારીરિક કસરત માટે લોકો ભેગા થાય છે. બૌદ્ધિક વિકાસ હેઠળ તત્વજ્ઞાન, સંસ્કૃતિ અને વર્તમાન બાબતો પર ચર્ચા કરવામાં આવે છે.

ભજન, વાર્તાઓ અને પરંપરાગત ઉજવણીઓ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે. સમાજ સેવા પ્રોજેક્ટ્સનું આયોજન અને અમલીકરણ પણ HSS દ્વારા કરવા આવે છે.

(6:28 PM IST)