<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાને કેન્દ્રની મંજૂરી : 24 હજાર કરોડનો જંગી ખર્ચ કરવાની જાહેરાત

100 જિલ્લાઓને કૃષિ જિલ્લાઓ તરીકે વિકસાવાશે : 11 મંત્રાલયોની 36 યોજનાઓ અહીં સંકલિત રીતે લાગુ કરાશે

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. આ નિર્ણયો દેશની કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને પુનઃપ્રાપ્ય ઊર્જા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટેના છે, જે સીધી રીતે લાખો ખેડૂતો અને સામાન્ય નાગરિકોના ભવિષ્ય સાથે જોડાયેલા છે. સરકારે PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે રૂપિયા 24 હજાર કરોડનો જંગી ખર્ચ કરવાની જાહેરાત કરી છે. 

 

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવાનો, કૃષિ ઉત્પાદકતા સુધારવાનો અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનો છે. આ ભંડોળ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી, સિંચાઈની સુવિધાઓ, બિયારણ અને ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. આનાથી ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય અને કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા લાવી શકાય. બીજો મોટો નિર્ણય ગ્રીન એનર્જી ક્ષેત્ર માટે લેવામાં આવ્યો છે. સરકારે આ ક્ષેત્રમાં રૂપિયા 27 હજાર કરોડ ખર્ચ કરવાની મંજૂરી આપી છે. આ પહેલનો હેતુ સૌર ઊર્જા, પવન ઊર્જા અને અન્ય નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

   આ યોજના અંતર્ગત 100 જિલ્લાઓને કૃષિ જિલ્લાઓ તરીકે વિકસાવવામાં આવશેકૃષિના સ્તરે પાછળ રહેલા 100 જિલ્લાઓ (દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો એક જિલ્લો) વિકસાવવામાં આવશે.11 મંત્રાલયોની 36 યોજનાઓ અહીં સંકલિત રીતે લાગુ કરવામાં આવશે.આ 6 વર્ષનો કાર્યક્રમ છે દર વર્ષે 24000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.આ સિંચાઈ સુવિધાઓ વિકસાવવા અને કૃષિ ઉત્પાદકતા વધારવા માટે છે.પાક લણ્યા પછી સંગ્રહ અને ધિરાણની ઉપલબ્ધતા વધારવાની છે.

 

કેબિનેટે નવરત્ન પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (CPSE) ને લાગુ પડતી હાલની રોકાણ માર્ગદર્શિકામાંથી NLC ઇન્ડિયા લિમિટેડને ખાસ મુક્તિ પણ આપી હતી. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણય સાથે, NLCIL તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, NLC ઇન્ડિયા રિન્યુએબલ્સ લિમિટેડમાં રૂ. ૭,૦૦૦ કરોડનું રોકાણ કરી શકશે. બદલામાં, NIRL વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે. આ સાથે, તેમણે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને તેમના મિશનની સફળતા બદલ અભિનંદન પણ આપ્યા.

(7:49 PM IST)