<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ઇઝરાયલે સીરિયામાં ઘૂસીને સેનાના મુખ્યાલય પર હુમલો કર્યો: વિશ્વભરમાં મચ્યો ખળભળાટ

ઇઝરાયલી હુમલામાં ઘણા સીરિયન નાગરિકોના પણ મોત થયા હોવાના અહેવાલ

ઇઝરાયલે સીરિયાની રાજધાની દમિશ્કમાં આર્મી હેડક્વાર્ટર પર હુમલો કર્યો છે. આ હુમલા બાદ સીરિયામાં ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઇઝરાયલી હુમલામાં ઘણા સીરિયન નાગરિકોના પણ મોત થયા હોવાના અહેવાલ છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સીરિયામાં આર્મી હેડક્વાર્ટરના પ્રવેશદ્વાર પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં આર્મી હેડક્વાર્ટરને ભારે નુકસાન થયું છે.

ઇઝરાયલે સીરિયાની રાજધાની દમિશ્કમાં મોટો હુમલો કર્યો છે. ઇઝરાયલી સેનાએ બુધવારે જણાવ્યું હતું કે તેણે દમિશ્કમાં સીરિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવેશદ્વાર પાસે હુમલો કર્યો છે. ઇઝરાયલી હુમલામાં સેનાના મુખ્યાલયને મોટું નુકસાન થયું છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુદ્ધવિરામ ભંગ થયા બાદ દક્ષિણ સીરિયાના શહેર સુવૈદામાં સેના અને દરુસ સશસ્ત્ર જૂથો વચ્ચે અથડામણ ચાલુ છે. સંઘર્ષ શરૂ થયા પછી ઇઝરાયલે સેનાના કાફલા પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા છે. ઇઝરાયલે કહ્યું કે તે દારુસને સુરક્ષિત રાખવા માટે આ કરી રહ્યું છે. 

 

દરોઝ ધાર્મિક સંપ્રદાય ૧૦મી સદીમાં ઉદ્ભવ્યો હતો અને શિયા ઇસ્લામની એક શાખા ઇસ્માઇલિઝમનું પાલન કરે છે. વિશ્વભરમાં લગભગ ૧૦ લાખ દરોઝો છે, જેમાંથી અડધાથી વધુ સીરિયામાં રહે છે. તે પછી, મોટાભાગના દરોઝો લેબનોન અને ઇઝરાયલમાં રહે છે, જેમાં ગોલાન હાઇટ્સનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલે ૧૯૬૭ના મધ્ય પૂર્વ યુદ્ધમાં સીરિયા પાસેથી આ પ્રદેશ કબજે કર્યો હતો અને 1981માં તેને પોતાનામાં ભેળવી લીધો હતો. 

 

(8:53 PM IST)