તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 17th July 2025
ચાંગુર બાબાને ૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ કેવી રીતે મળ્યું? EDએ યુપી અને મુંબઈમાં ૧૪ સ્થળોએ દરોડા પાડ્યા
ગેરકાયદેસર ધર્માતરણના માસ્ટરમાઇન્ડ ચાંગુર બાબા પર EDએ સાણસો કસ્યો

લખનૌ તા.૧૭: ગેરકાયદેસર ધર્માંતરણ અને મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ગુરુવારે, ચ્ઝ એ ઉત્તર પ્રદેશના બલરામપુર અને મુંબઈમાં ચાંગુર બાબા સાથે જોડાયેલા ૧૪ સ્થળોએ દરોડા પાડ્યા. આમાં બલરામપુરમાં ૧૨ અને મુંબઈમાં ૨ સ્થળોનો સમાવેશ થાય છે. ચાંગુર બાબાને વિદેશથી મળેલા ૫૦૦ કરોડ રૂપિયાના ભંડોળની તપાસ ED કરી રહી છે.
ઇડીએ બલરામપુર જિલ્લાના ઉત્તરૌલા, માધુપુર ગામ અને રેહરામાફી ગામમાં ૧૨ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઉપરાંત મુંબઈમાં શહજાદ શેખના બે સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે શહજાદ શેખના બેંક ખાતામાં ૧ કરોડ રૂપિયા આવ્યા હતા, જે બાદમાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ED આ રકમનાસ્ત્રોત અને તેના ઉપયોગની તપાસ કરી રહી છે.
જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબા પર વિદેશી ભંડોળ દ્વારા ગેરકાયદેસર ધર્માંતરણનું મોટું નેટવર્ક ચલાવવાનો આરોપ છે. ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ની ફરિયાદના આધારે, ચ્ઝ એ ૯ જુલાઈના રોજ મની લોન્ડરિંગ હેઠળ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ECIR) નોંધ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે ચાંગુર બાબાને મધ્ય પૂર્વમાંથી ૪૦ થી વધુ બેંક ખાતાઓમાં લગભગ ૧૦૬ કરોડ રૂપિયા મળ્યા હતા, જેનો ઉપયોગ ધર્માંતરણ અને અન્ય ગેરકાયદેસર પ્રવળત્તિઓ માટે કરવામાં આવ્યો હતો.
મુંબઈમાં શહજાદ શેખના ઠેકાણાઓ પર દરોડા દરમિયાન EDને મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. શહજાદ શેખના ખાતામાં જમા કરાયેલા ૧ કરોડ રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થયાની માહિતીએ તપાસને નવો વળાંક આપ્યો છે. ચ્ઝ હવે આ વ્યવહારો પાછળના હેતુ અને શંકાસ્પદસ્ત્રોતોના તળિયે જવાનો પ્રયાસ કરી રહી છે.
બલરામપુરમાં ચાંગુર બાબાની ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે. માધુપુર ગામમાં આવેલી તેમની આલીશાન હવેલીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પહેલાથી જ તોડી પાડવામાં આવી હતી. આ ઘર કથિત રીતે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બલરામપુર અને અન્ય વિસ્તારોમાં તેમની ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિઓની તપાસ ચાલી રહી છે.
ED એ લખનૌ ખ્વ્લ્ અને બલરામપુર જિલ્લા વહીવટીતંત્ર પાસેથી ચાંગુર બાબા અને તેમના સહયોગીઓની મિલકતો, બેંક ખાતાઓ અને અન્ય નાણાકીય વ્યવહારોની વિગતો માંગી છે. તપાસ એજન્સીએ બેંકોના એન્ટી-મની લોન્ડરિંગ સેલને પત્ર લખીને ખાતાઓની વિગતો માંગી છે. આ સાથે, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ વિદેશી ભંડોળનાસ્ત્રોતોની તપાસમાં જોડાવાની તૈયારી કરી રહી છે.(૩૮.૯)
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
