<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

લિંક્‍ડઈન રેંકિંગમાં રાજકોટ દેશમાં છઠ્ઠા ક્રમે

દેશના જોબ માર્કેટ અને વધતી જતી આર્થિક તકોમાં રાજકોટ ચમકયું : દાયકામાં પ્રથમ વખત આવી સિદ્ધિ મેળવવામાં આવીઃ ટોપ ૧૦માં રાજકોટ, વડોદરાનો સમાવેશ

નવીદલ્‍હી,તા.૧૭: વડોદરા આર્થિકરીતે દેશમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, તેનું પ્રતિબિંબ લિંક્‍ડઇન રેકિંગમાં ટોચના ૧૦માં મળેલા સ્‍થાન પરથી બહાર આવ્‍યું છે. સાંસદ ડો.હેમાંગ જોશીએ વડોદરા શહેર- જિલ્લાની દેશના ટાયર -૨ ટાયર-૩ સિટીના રેંકમાં નવમો ક્રમ મેળવવા બદલની સિધ્‍ધિને બિરદાવી છે. ડો. જોશીએ સોશિયલ મિડીયા ઉપર મુકેલા સંદેશામાં જણાવ્‍યું છેકે, ગ્રેટ ન્‍યુઝ ફોર વડોદરા. વી આર મુવિંગ અહેડ વીથ મિશન.

લિંક્‍ડઇન દ્વારા દેશના જોબ માર્કેટ અને વધતી જતી આર્થિક તકો અંગે પ્રથમ વખત સ્‍થળ(શહેર) આધારિત જાહેર કરેલા રેંકિંગમાં વડોદરાનું સ્‍થાન નવમા ક્રમે છે. જ્‍યારે રાજકોટનું સ્‍થાન ૬ ઠ્ઠા ક્રમે આવ્‍યું છે. પ્રથમ સ્‍થાને વિશાખાપટ્ટનમ, બીજા સ્‍થાને રાંચી, ત્રીજા સ્‍થાને વિજયવાડા, ચોથાસ્‍થાને નાસિક, પાંચમા સ્‍થાને રાયપુર, સાતમા સ્‍થાને આગ્રા, આઠમા સ્‍થાને મદુરાઈ અને દસમા સ્‍થાને જોધપુરનો સમાવેશ થતો હતો. લિંડઈન દ્વારા દેશના ૧૦ ઉભરી રહેલા પ્રદેશો કે જ્‍યાં જોબ માર્કેટ અને આર્થિક તકોનો વિકાસ થઇ રહ્યો છે તેનો શહેર મુજબ ક્રમ જાહેર કરાયો હતો. વિવિધ શહેરોમાં રોજગારીની વધતી જતી તકો અને સમગ્ર ભારતમાંથી વ્‍યાવસાયિકોના થતાં સ્‍થળાંતરને નજરમાં રાખવામાં આવી છે.

લિંડઈને જાહેર કર્યું છેકે, દેશના દ્વિતીય અને તળતિય સ્‍તરના શહેરોમાં ઝડપથી પાયાની સુવિધાઓ વધી રહી છે,કનેક્‍ટિવીટી ઝડપી બની રહી છે. વધુને વધુ કંપનીઓ ત્‍યાં ઓફિસ શરૂ કરે છે. આગ્રાથી લઈને મદુરાઇ સુધી આ વિકાસના પગલે ઉદ્યોગોમાં રોકાણનું સર્જન થાય છે તેથીરોજગારીની તકો વ્‍યાવયાસિયકો માટે વધી રહી છે.

વડોદરા અંગે આ અહેવાલમાં જણાવાયું છેકે, કરોડો રૂપિયાનું મૂડીરોકાણ સાંસ્‍કળતિક નગરીમાં આકાર લઈ રહેલા બાંધકામ પ્રોજેક્‍ટોમાં આવી રહ્યું છે. શહેરી પાયાનીસુવિધાઓ, આરોગ્‍ય, હાઉસિંગ અને ટ્રાન્‍સપોર્ટ સેકટરમાં ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. વડોદરામાં ટોચના રોજગારદાતામાં એલેમ્‍બિક ફાર્મા, એલએન્‍ડટી ટેકનોલોજી સર્વિસિસ લિમિટેડ અને સનફાર્માનો સમાવેશ થતો હોવાનું પણ જણાવાયું છે

(9:51 AM IST)