<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

કરચોરી પકડવા CGSTનાં એન્‍ફોર્સમેન્‍ટ કેસ મોડયુલનો સમાન ઉપયોગ કરાશે

GST નેટવર્કનો ઉપયોગ તમામ ઝોનલ યુનિટોમાં વધુ કરવા કાર્યવાહી : સીબીઆઇસીના ચેરમેન દ્વારા નાસીનના ડીજીને સંકલન કરવા માટે અનુરોધ

મુંબઈ,તા.૧૭: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇન્‍ડિરેક્‍ટ ટેકિસસ એન્‍ડ કસ્‍ટમ્‍સ (સીબીઆઈસી) દ્વારા જીએસટીની કરચોરી વધુ પ્રમાણમાં ઝડપી પાડવા માટે સીજીએસટી-નેટવર્કના એન્‍ફોર્સમેન્‍ટ મોડયુલનો વધુ અને અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવનાર છે. સીબીઆઈસીના ચેરમેન એસ.કે. અગ્રવાલે તાજેતરમાં જ આ અંગે નિર્દેશ આપ્‍યો છે.

સીજીએસટી નેટવર્કનો કરચોરી ઝડપી પાડવા માટે એન્‍ફોર્સમેન્‍ટ કેસ મોડ્‍યુલનો વધુને વધુ અસરકારક રીતે ઉપયોગ કરવા માટે નેશનલ એકેડેમી ઓફ કસ્‍ટમ્‍સ, ઇન્‍ડિરેક્‍ટ ટેક્‍સિસ એન્‍ડ નાર્કોટિક્‍સ (નાસીન)ના ડાયરેક્‍ટર જનરલને સંકલન માટે જવાબદારી સોંપવામાં આવશે તેમ મનાય છે.

 

સીબીઆઈસી દ્વારા તાજેતરમાં કરાયેલી અભ્‍યાસમાં એવું બહાર આવ્‍યું હતુંકે, દેશમાં અમદાવાદ, વડોદરા સહિત ૨૧ ઝોનલ એકમો છે. સીજીએસટીનેટવર્કની બેક ઓફિસ પર ઉપલબ્‍ધ એન્‍ફોર્સમેન્‍ટ કેસ મોડ્‍યુલનો ઝોન મુજબ અલગ અલગ પ્રમાણમાં થઇ રહ્યો છે. સીબીઆઈસીના ચેરમેને અનુરોધ કર્યો હતોકે, એક વિશ્‍લેષણમાં જણાયું છેકે, ડીજીજીઆઈ ઝોનલ એકમ અને સીજીએસટી કમિશનોરેટ વચ્‍ચે મોડ્‍યુલના ઉપયોગમાં ભારે અસમાનતા જોવા મળી હતી. એક ફોર્મેશનમાં જવાં ૧૦ હજાર થી વધુ કેસો અંગે કાર્યવાહી થઈ રહી છે. કેસના પ્રોસેસિંગ આ મોડડ્‍યુલના માધ્‍યમથી કરાયું છે. બીજી તરફ કેટલાક ફોર્મેશનમાં આ મોડ્‍યુલનો બીલકુલ ઉપયોગ થયો નથી. આ અસમાનના દૂર કરવા માટે અને સમાન રૂપથી એન્‍ફોર્સમેન્‍ટ કેસ મોડયુલનો ઉપયોગ કરવા માટે પણ કાર્યવાહી થશે. ફિલ્‍ડ ફોર્મેશનને પણ આ મોડયુલનો વધુ ઉપયોગ થાય તે માટે પોત્‍સાહિત કરવાનો પણ હેતુ છે. જીએસટીએન દ્વારા એક સંરચિત આઉટરીચ પહેલ કરવામાંઆવી રહી છે. તેનો ઉદ્દેશ અધિકારીઓને આ મોડ્‍યુલની વિશેષતાઓ અને સંચાલન સંબંધિત લાભોથી પરિચીત કરવાનો પણ છે. આ ઉપરાંત એ સંદેશો પણ આપવામાં આવનાર છેકે, ડિજીટલ પ્રોસેસિંગ કઇ રીતે કાર્યકુશાળતાને વધારી શકે છે. નાસીનના ડીજી પણ આગામી સમયમાં જીએસટીએનના ઉચ્‍ચ અધિકારીઓના સંકલનમાં રહીને અધિકારીઓને વ્‍યાવહારિક તાલીમઆપશે. આ ઉપરાંત કાર્યક્રમોનું કેલેન્‍ડર પણ તૈયાર કરશે.તમામ પ્રાદેશિક એકમોને સક્રિય રૂપથી પ્રવર્તન મોડયુલનો ઉપયોગ વધારવા માટે પ્રોત્‍સાહિત કરવા અનુરોધ પણ કરાવો છે. જેથી ડેટાની વિઝિબિલીટી ( દ્રશ્‍યતા) બહેતર થશે અને એન્‍ફોર્સમેન્‍ટ ક્ષમતા પણ વધુ મજબૂત થશે.જેના પગલે દેશમાં જીએસટીના ક્ષેત્રે ડિજીટલ ઇ-ન્‍ટીગેશન( એકીકરણ) લશ પણ સિધ્‍ધ થશે.

 દેશમાં સીજીએસટીની ઝોનલ કચેરીઓની યાદી

દેશમાં સીજીએસીની ૨૧ઝોનલ કચેરીઓ આવેલી છે. જેમાંઅમદાવાદ, વડોદરા, બેંગ્‍લોર,ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઇ, કોચીન, દિલ્‍હી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મીરત,મુંબઇ,નાગપુર, પંચકુલા, પુણે,રાચી, શિલોંગ અને વિશાખાપટ્ટનમનો પણ સમાવેશ થાય છે.

એન્‍ફોર્સમેન્‍ટ કેસ મોડયુલનો કેવી રીતે ઉપયોગ ?

સીજીએસટીનેટવર્કના એન્‍ફોર્સમેન્‍ટ કેસ મોડ્‍યૂલનો ઉપયોગ જીએસટી અધિકારીઓ દ્વારા થાય છે.જેમાં કરદાતાની માહિતી એક્‍ત્ર કરવી, કરદાતા પાસેથી દસ્‍તાવેજો મંગાવવા, કરચોરી જણાય તો ચકાસણી માટે કાર્યવાહી થાય છે.જેમાં કરદાતાને સમન્‍સ, નિવેદન લેવું, ઇન્‍સ્‍પેકશન, દસ્‍તાવેજ જપ્ત કરવા સહિતની બાબતોનો સમાવેશ થતો હોય છે. જોકે આ તમામ પ્રક્રિયા ઉચ્‍ચ અધિકારીઓની મંજૂરી મેળવીને કરવામાં આવતી હોય છે.

નવા કેસ શરૂ કરતા

અગાઉ પણ સાવચેતી રખાતી હોય છે

સીજીએસટીના અધિકારીઓ આ મોડયુલનો ઉપયોગ કરીને કરચોરી સંદર્ભમાં નવા કેસ શરુ કરતા અગાઉ પછા સાવચેતી રાખતા હોય છે. જેમાં હેડ કવાર્ટર ઝોનલ, ડિવિઝનલ, સર્કલ અને વોર્ડ સ્‍તરેથી જરૂર પડે મંજુરીઓ મેળવવામાં આવતી હોય છે. આ ઉપરાંત એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસર જે માહિતી મેળવવા માટે અન્‍ય અધિકારીઓની પણ મદદ લેતા હોય છે. બીજા રાજ્‍યમાં તપાસ કરવાની હોય તો પણ તેની અગાઉથી ઉચ્‍ચ અધિકારીઓ પાસેથી મંજરી મેળવવામાં આવતી હોય છે.

GST પહેલાંના કેસો અંગે પણ માહિતી એકત્ર થાય છે

એન્‍ફોર્સમેન્‍ટ અધિકારીઓ ૨૦૧૭માં જીએસટીનો અમલ થયો તે પહેલાના કરદાતા સામેના જો કોઈ કેસ હોય તો તેની પણ માહિતી એકત્ર કરતા હોય છે. આમ જીએસટીના અમલ પહેલાના ગુનાનો ઇ તિહાસ કરદાતા ધરાવે છેકે, કેમ તેની પણ તપાસ થતી હોય છે.

(9:53 AM IST)