News of Thursday, 17th July 2025
રકમ આપ્યા બાદ ૧૦% વસુલી બાકીની પરત કરવા માટેની સુવ્યવસ્થિત ગોઠવણ
ટેક્સ ચોરી કરવા માટે રાજકીય પાર્ટીને દાન આપવાનો ગોરખધંધો : હવાલા મારફતે આવતા નાંણા થકી દેશ વિરોધી પ્રવળત્તિમાં પણ થતો ઉપયોગ

નવી દિલ્હી,તા.૧૭: કાળા નાંણાને વ્હાઈટ કરવા અથવા તો ટેક્સ બચાવવા માટે રાજકીય પાર્ટીને દાન આપવાના ઓથા હેઠળ ટેક્સ ચોરીનો મોટો વેપલો કરવામાં આવતો હોય છે. તેના માટે કેટલાક એજન્ટો ૧૦ ટકા સુધીની રકમ વસુલ કરીને સમગ્ર ગોઠવણ કરતા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.
રાજકીય પાર્ટીને જેટલી રકમનુ દાન આપવામાં આવે તેટલી રકમનો ફાયદો કરદાતાને મળતો હોય છે. તેના કારણે મોટાભાગના લોકો પોતાની પાસે રહેલા બે નંબરના પૈસાને એક નંબરમાં કરવા માટે રાજકીય પાર્ટીને દાન આપવાનો ગોરખધંધો કરતા હોવાનું જાણકાર કહેતા હોય છે. તેમાં રાજકીય પાર્ટી સાથે સીધી ડીલ કરવાના બદલે તેઓનાએજન્ટ થકી જ સમગ્ર વેપલો કરવામાં આવતો હોય છે. તેમાં એવી રીતે ગોઠવણ કરવામાં આવતી હોય છે કે રાજકીય પાર્ટીને જે રકમનુ દાન આપવામાં આવે તેમાં ૧૦ ટકા સુધીની રકમ વસુલ કરીને બાકીની રકમ રોકડમાં પરત કરી દેવામાં આવતી હોય છે. તેના કારણે દાન આપનારને તે રકમનો ટેક્સ ભરવો નહીં પડે. તેમજ તેના દ્વારા આપવામાં આવેલી રકમમાંથી ૧૦ ટકા રકમ પરત મળી જવાના કારણે બંનેને ફાયદો થયો હોય છે. આ ઉપરાંતકેટલાક લોકો હવાલા મારફતે વિદેશથી નાંણા મંગાવતા હોય તેવા લોકો દ્વારા પણ રાજકીય પાર્ટીને દાન આપીને પોતાના બે નંબરના નાંણાને વ્હાઈટ કરવામાં આવતા હોય છે. જોકે તે નાંણાનો ઉપયોગ કેટલાક તત્વો દેશ વિરોધી પ્રવળતિ કરવા માટે પણ કરતા હોવાનુ કહેવાય છે. આજ કારણોસર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સતત ત્રીજા દિવસે પણ તપાસનો દોર યથાવત રહ્યો હોવાની વિગતો જાણવા મળી છે.બ્લેક એન્ડ વ્હાઇટનો ખેલ બંધ કરવા કાર્યવાહી
રાજકીય પાર્ટીને આપવામાં આવતા દાનના ઓથા હેઠળ કેટલાક લોકો બ્લેક એન્ડ વ્હાઇટનો ખેલ કરતા હોય છે. તેમજ હવાલાથી આવતા નાણામાં પણ આવો ખેલ કરવામાં આવતો હોવાના આધારે જ ઇન્કમટેકસ વિભાગે કાર્યવાહી કરી છે.
-સીએ
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
