હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજસ્થાનમાં ગ્લોબલ વોર્મિંગની અસર? દર વર્ષે રણ વિસ્તારમાં વરસાદ-પૂરનો કહેર
છેલ્લાં ૫ વર્ષમાં રણવિસ્તાર ધરાવતાં રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે શું બદલાઈ ગયું છે ભારતનું ક્લાઈમેટ? : જુલાઈથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કાળો કહેર મચાવ્યો છે. અમુક જગ્યાએ તો ૧૩૫ ટકા જેટલો વરસાદ વરસતાં ભયાનક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે

જયપુર,તા.૧૭: રાજસ્થાન જેને ભારતના રણવિસ્તાર ધરાવતાં રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. જો કે, હાલના વર્ષોમાં પૂરની વધારે પડતી ઘટનાઓથી આ રાજ્ય પરેશાન થઈ ગયું છે. ખાસ કરીને રણવિસ્તારમાં આ એક અસામાન્ય અને ચિંતાજનક પ્રવળતિ છે. જે ભારતમાં ગ્લોબલ પરિવર્તન તરફ ઈશારો કરે છે. છેલ્લાં ૫ વર્ષમાં રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે શું બદલાઈ ગયું છે ભારતનું ક્લાઈમેટ?
બાડમેર, જોધપુર, કોટા, જયપુર, પાલી આ તમામ સ્થળો રાજસ્થાનના જગવિખ્યાત સ્થળો છે. પરંતુ ૨૦૨૫માં પણ રાજસ્થાનમાં પૂરની સ્થિતિ ચિંતાજનક રહી છે. કેમ કે જુલાઈથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કાળો કહેર મચાવ્યો છે. અમુક જગ્યાએ તો ૧૩૫ ટકા જેટલો વરસાદ વરસતાં ભયાનક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આકાશમાંથી સતત વરસી રહેલાં વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે. તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. બીજીબાજુ અનેક ગામનો સંપર્ક કપાઈ જતાં લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે રાજસ્થાનમાં આ શું થઈ રહ્યું છે? કેમ રણવિસ્તાર તરીકે જાણીતા આ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરનો કાળો કોહરામ જોવા મળી રહ્યો છે?
રિસર્ચમાં સામે આવ્યું છે કે રાજસ્થાનમાં ગ્લોબલ ર્વોમિંગની અસર જોવા મળી છે. ૨૦૨૦થી ૨૦૨૫ દરમિયાન રણવિસ્તારમાં ભારે પૂર આવ્યું છે. જેમાં ઓગસ્ટ ૨૦૨૧ અને ઓગસ્ટ ૨૦૨૪માં પૂરે વિનાશ વેર્યો હતો. વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર થયો છે. ભારે વરસાદવાળા દિવસોની સંખ્યામાં મોટો વધારો થયો છે. આ તમામ સંકેત ગ્લોબલ ર્વોમિંગ તરફ ઈશારો કરે છે.
વરસાદની પેટર્ન કેવી બદલાઈ છે તેને કેટલાંક વીડિયોની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ. રાજસ્થાનના બુંદી શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તા પર ધસમસતી નદીઓ વહેવા લાગી. રાજસમંદનામાં અચાનક ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેવા લાગ્યો. જેમાં ગાડી તણખલાની જેમ વહી ગઈ, તો અનેક ગાડીને મોટું નુકસાન થયું.
રસ્તા પર લોકોને ખેંચી જવા માટે આતુર પાણીના આ દ્રશ્યો કોટાથી સામે આવ્યા. જેમાં જોઈ શકાય છે કે કેટલાંક કામ કરનારા યુવાનો પાણીમાંથી મહામહેનતે પસાર થઈ રહ્યા છે. જેમાં એક યુવાન પોતાનું બેલેન્સ ગુમાવે છે. જોકે, અન્ય યુવાન તેને હાથ પકડીને તેને બચાવી લે છે.
આ તમામ દ્રશ્યો એ વાતની સાક્ષી પૂરી રહ્યા છે કે આકાશમાંથી અનરાધાર પાણી રાજસ્થાનના અનેક વિસ્તારમાં વરસે છે. પહેલાં અહીંયા વરસાદ બહુ ઓછો પડતો હતો. પરંતુ હવે થોડા દિવસોની અંદર પુષ્કળ વરસાદ વરસે છે અને ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.
પશ્વિમી રાજસ્થાનમાં ૬૫ પ્પ્થી વધુ વરસાદવાળા દિવસોની સંખ્યા વધી છે. ૨૦૧૬માં રાજસ્થાનમાં ૧૮ દિવસ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં ૧ દિવસમાં ૪.૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બાડમેરમાં તો ૩૦ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જે સરેરાશ ૧૧.૦૮ ઈંચ કરતાં ઘણો વધારે હતો. આગામી સમયમાં આ વરસાદની માત્રા વધી શકે છે. ચક્રવાતના કારણે પણ રાજસ્થાનમાં ગમે ત્યારે વરસાદ પડે છે.
રાજસ્થાનમાં આ વર્ષે પણ ભારે વરસાદ અને પૂરના કારણે અનેક વિસ્તારો ત્રાહિ ત્રાહિ પોકારી ઉઠ્યા છે. આગામી સમયમાં આવી કુદરતી ઘટનામાં ધરખમ વધારો થશે તે નક્કી છે. એટલે તેનાથી કઈ રીતે બચી શકાય અને જાનમાલને ઓછું નુકસાન થાય તે દિશામાં સરકારે અત્યારથી કામ કરવું પડશે. નહીં તો ભારે વરસાદ અને પૂર આવશે અને પોતાના રૌદ્ર રૂપથી ચારેબાજુ વિનાશ વેરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
