News of Thursday, 17th July 2025
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૮૪‘‘ શરીર પ્રત્યેની આસકિતને દુર હટાવો અને એવો ભાવ કરો કે હું સર્વત્ર છું, એ સર્વત્ર છે તે આનંદિત છે.''
જયારે તમે જે ક્ષણે આસકિતને દુર કરો છો તો તમને બોધ થશે કે હું સર્વત્ર છું. આસિકતના લીધે તમને લાગે છે કે હું શરીરમાં સીમિત છું શરીર તમને સીમિત નથી કરતું પણ આસકિત તમને સીમિત કરે છે. શરીર તમારા અને સત્યની વચ્ચે અવરોધ નિર્મિત નથી કરતું પરંતુ તમારી શરીર પ્રત્યેની આસકિત અવરોધ ઉભો કરે છે. એક વખત તમે જાણી જાવ કે આસકિત નથી તો પછી તમારૂ શરીર પણ નથી અથવા આખુ અસ્તિત્વ તમારૂ શરીર બની જાય છે. તમારુ શરીર સમગ્ર અસ્તિત્વનો ભાગ બની જાય છે. ત્યાર જુદું નથી રહેતું . સાચું તો એ છે કે તમારૂ શરીર તમારી પાસે આવેલુ નજીકમાં નજીકનું અસ્તિત્વ છે, બીજું કાંઇ નહી. શરીર નજીકનું અસ્તિત્વ છે અને તે જ પછી આખું અસ્તિત્વ ફેલાતુ જાય છે. ત્યારે તમે સર્વત્ર છો, બધી બાજુ છો. શરીરમાં તમે એક જગા છો. શરીર વગર તમે સર્વત્ર છો. શરીરમાં તમે એક વિશેષ સ્થાનમાંસીમિત છો. શરીર વગર તમારા ઉપર કોઇ સીમા ના રહી. આ જ કારણ છે કે જેમણે જાણ્યું છે કે શરીર કારાગૃહ છે. હકિકતમાં શરીર કારાગૃહ નથી પણ આસકિત કારાગૃહ છે જયારે તમારી નજર શરીર ઉપર જ સીમિત નથી રહેતી ત્યારે તમે સર્વત્ર છો.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
